Weather Update : ગુજરાતમાં ઉનાળો બન્યો આકરો, 44.4 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર, હજુ બે દિવસ હીટવેવની આગાહી

ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. 12 મે એટલે કે ગઇકાલે અમદાવાદ 44.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યુ હોવાનું નોંધાયુ છે. ત્યારે હવામાન વિભાગે હજુ 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરી છે.

Weather Update : ગુજરાતમાં ઉનાળો બન્યો આકરો, 44.4 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર, હજુ બે દિવસ હીટવેવની આગાહી
| Edited By: | Updated on: May 13, 2023 | 11:01 AM

ગુજરાતમાં (Gujarat) અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉનાળો દિવસે દિવસે આકરો બનતો જઇ રહ્યો છે. સૂરજ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. આકરી ગરમીથી લોકો કોપાયમાન થઇ ગયા છે. ત્યારે આ વચ્ચે હજુ પણ ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ હીટવેવની (Heatwave) આગાહી કરી છે.

આ પણ વાંચો-Bhavnagar: રુવા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 15 કરતા વધારે લોકોએ તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો, જુઓ Video

ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. 12 મે એટલે કે ગઇકાલે અમદાવાદ 44.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યુ હોવાનું નોંધાયુ છે. ત્યારે હવામાન વિભાગે હજુ 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરી છે. બે દિવસ તાપમાન 44 થી 45 ડિગ્રી રહે તેવી શક્યતા છે. 12મેના રોજ અમદાવાદ એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને વડોદરામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગરમીમાં સતત વધારો થતા જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે.

લોકોને સાવચેતી રાખવા અપીલ

બીજી તરફ ગરમીને કારણે પણ ગુજરાતના વિવિધ શહેરોમાં બીમારીઓ વધી રહી છે. ત્યારે વિવિધ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. સાથે કામ સિવાય લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગર ઘર બહાર ન નિકળવા સૂચન કરવામાં આવ્યુ છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સૂચન કરાયા છે. સાથે જ બહારનો ખોરાક તેમજ પીણાનું સેવન ટાળવા પણ સૂચન કરવામાં આવ્યુ છે.

ગરમીથી બચવા આટલુ કરો

સુતરાઉ કપડાં પહેરો

ઉનાળામાં સનસ્ટ્રોકથી બચવા સુતરાઉ કપડાં પહેરો. તમે ઉનાળા માટે હળવા રંગો પસંદ કરી શકો છો. તમે આ કપડાંમાં ખૂબ જ આરામદાયક અનુભવશો.

ડુંગળીની પેસ્ટનો ઉપયોગ કરો

હીટ સ્ટ્રોકથી બચવા માટે ડુંગળીની પેસ્ટનો ઉપયોગ કરો. આ એક ઘરેલું ઉપાય છે. ડુંગળીનો રસ કપાળ, કાન પાછળ અને છાતી પર લગાવવાથી શરીરનું તાપમાન ઓછું રહે છે.

પુષ્કળ પાણી પીવો

ઉનાળામાં પુષ્કળ પાણી પીવો. પાણી તમારા શરીરને સારી રીતે હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. પાણી માત્ર તમને હાઈડ્રેટ જ રાખતું નથી પરંતુ તે તમારી ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જેના કારણે ખીલ જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે તમારા શરીરને ઠંડુ રાખે છે. હીટ સ્ટ્રોક સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. પૂરતું પાણી પીવાથી ગરમીથી રાહત મળશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…