બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર વિજીન લાલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં આગામી 12 , 13 અને 14 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર, નવસારી, તાપી. ડાંગમાં તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વિવિધ જિલ્લાઓના તાપમાનમાં ફેરફાર પણ નોંધાઈ શકે છે.
હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વાતાવરણના પલટાને કારણે માવઠું થશે અને તેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ શકે છે. જોકે 15 ડિસેમ્બર બાદ ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 27 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી થશે. જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે.
Published On - 3:01 pm, Sat, 10 December 22