ગુજરાતમાં(Gujarat)ડ્રગ્સ (Drugs) ઝડપાવા મુદ્દે રાજકારણ(Politics)ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસે(Congress) ભાજપ(BJP) પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના નેતા દીપક બાબરિયાએ(Dipak Babariya)આ મુદ્દે કહ્યું હતું કે, ગુજરાત ડ્રગ્સ માફિયા માટે અભયારણ્ય બની ચૂક્યું છે. ઉડતાં પંજાબ જેવી ચર્ચાઓ ગુજરાત માટે થઈ રહી છે. બીજી તરફ જીતુ વાઘાણીએ આરોપ ફગાવીને કોંગ્રેસ પર જ પ્રહાર કર્યા હતા.
જો કે બીજી તરફ સરકારના પ્રવક્તા અને કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) કોંગ્રેસના પડકારનો જવાબ આપ્યો છે. તેમજ કહ્યું કે રાજ્ય સરકાર નશાના કાળા વેપારને કોઇપણ ભોગે ચલાવવા દેવા માંગતી નથી. સરકારે યુવા ધનને બરબાદીને રસ્તે જવા દેવા માંગતી નથી. તેમજ સરકારની ઈચ્છાશક્તિના કારણે ડ્રગ્સ ઝડપાયું છે. તેમજ હજુ પણ આગળ પણ આ પ્રકારનું અભિયાન ચાલું જ રહેશે.
આ દરમ્યાન દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સને લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ કરી છે.રૂપેણ બંદર પરથી બોટ સાથે ઝડપાયેલા બે આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા
આ કેસની વધુ તપાસ માટે રિમાન્ડની માગ કરી હતી.જેને ધ્યાને રાખી કોર્ટે બંને આરોપીને રિમાન્ડ પર મોકલ્યાં છે. આગામી 20 નવેમ્બર સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.રિમાન્ડ દરમિયાન પોલીસ ડ્રગ્સ ક્યાંથી લાવ્યાં હતા અને ક્યાં લઇ જવાના હતા તે દિશામાં આરોપીઓની પૂછપરછ કરશે.આ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ ખુલી શકે છે.
આ પણ વાંચો : રાજકોટના આજી ડેમ વિસ્તારમાંથી અપહરણ કરાયેલી બાળકી ગોંડલથી મળી આવી
આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં પણ ગેરકાયદે નોનવેજની લારીઓ દૂર કરવા રેવન્યુ કમિટી ચેરમેનની માંગ
Published On - 7:09 pm, Sat, 13 November 21