Ahmedabad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ આપશે ચુકાદો

|

Jul 07, 2023 | 7:40 AM

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે ચુકાદો આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટે ફટકારવામાં આવેલી સજાને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

Ahmedabad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ આપશે ચુકાદો
Rahul Gandhi

Follow us on

Ahmedabad : રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે ચુકાદો આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે. રાહુલ ગાંધીને ( Rahul Gandhi ) ટ્રાયલ કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ બે વર્ષની સજાના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવી છે. આ આદેશને પડકારતી અરજી હાઈકોર્ટમાં ( Gujarat High Court) અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે બધાની નજર આ ચુકાદા પર રહેલી છે.

આ પણ વાંચો : Ahmedabad : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7 થી 12 જુલાઈ વચ્ચે ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં કેવો પડશે વરસાદ- જુઓ Video

માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી મળ્યો ઝટકો

મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં ( defamation case)  રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકને લઈ કરેલી વિવાદાસ્પદ ટીપણીને લઈ ફોજદારી માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી હોત તો લોકસભામાં તેમના સંસદસભ્ય પદ ગુમાવવુ ના પડ્યુ હોત. જો કે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે ગુજરાત હાઈકોર્ટમાં દ્વારા આજે નિર્ણય લઈ શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

માનહાનિના કેસમાં સુરત કોર્ટે ફટકારેલી બે વર્ષની સજામાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન મળ્યા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માગતી અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના જામીન યથાવત રહેશે.

ચુકાદો તરફેણમાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે

માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો જો રાહુલ ગાંધીની તરફેણમાં નહીં આવે તો તેઓ ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં તે નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ચુકાદો તરફેણમાં નહીં આવે તો કોંગ્રેસની સુપ્રીમમાં સજાને પડકાર આપશે.

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી નહી લડી શકે. આવી સ્થિતિમાં ગાંધી પરિવાારના નેતૃત્વ વિના કોંગ્રેસ 2024ની ચૂંટણી મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે પણ સવાલો અને શંકા ઉત્પન્ન થાય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article