ગુજરાતની શાળાઓમાં આગામી સત્રથી વૈદિક ગણિત ભણાવાશે, ગુજરાતના શિક્ષણ પ્રધાનએ કરી જાહેરાત

|

Dec 24, 2021 | 2:15 PM

Gujarat Schools Vedic Mathematics: ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે આવતા વર્ષના સત્રથી ધોરણ 6થી 10ની શાળાઓમાં વૈદિક ગણિતનો સમાવેશ કરવામાં આવશે.

ગુજરાતની શાળાઓમાં આગામી સત્રથી વૈદિક ગણિત ભણાવાશે, ગુજરાતના શિક્ષણ પ્રધાનએ કરી જાહેરાત
School Students - File Photo

Follow us on

Gujarat Schools Vedic Mathematics: ગુજરાત સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વૈદિક ગણિત(Vedic mathematics in schools) દાખલ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન(Minister of Education) જીતુ વાઘાણી(Jitu Waghani)એ બુધવારે જાણીતા ભારતીય ગણિતશાસ્ત્રી(Indian mathematician) શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે જણાવ્યું હતું કે શાળાઓમાં તબક્કાવાર વૈદિક ગણિત રજૂ કરવામાં આવશે.

 

રાજ્ય સરકારે કહ્યું છે કે વૈદિક ગણિત અંકગણિતની સમસ્યાઓ ઉકેલવા માટે એક સરળ અને ઝડપી રીત માનવામાં આવે છે. આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતની શાળાઓમાં દાખલ કરવામાં આવશે. જો કે, કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય હતો કે તે એક વૈકલ્પિક વિષય હોવો જોઈએ અને તે આધુનિક ગણિતને બદલી શકે નહીં જે હાલમાં શાળાઓમાં ભણાવવામાં આવે છે.

શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આ વિષય શૈક્ષણિક વર્ષ 2022-23 થી વર્ગ 6 થી 10માં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે, જેથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો પ્રસાર કરી શકાય. તેમણે વધુમાં કહ્યું, “વૈદિક ગણિત વિષય પર વિદ્યાર્થીઓની પકડ મજબૂત થશે, વિષયને સમજવામાં પણ સરળતા રહેશે. વૈદિક ગણિત વિદ્યાર્થીઓને ગણિતમાં રસ કેળવતુ થશે.”

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જટિલ રકમો સરળતાથી ઉકેલી શકાય

વૈદિક ગણિત એ એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે જે અંકગણિતને(arithmetic operations) સૂત્રોમાં એકીકૃત કરીને સરળ બનાવે છે. વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી અને શાળાના ભૂતપૂર્વ આચાર્ય કિરીટભાઇએ જણાવ્યું હતું કે, “આનાથી શાળાના વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની ક્ષમતામાં સુધારો થશે અને આંકડાકીય પ્રશ્નોને ઝડપથી ઉકેલવામાં મદદ મળશે. વૈદિક ગણિતના વિવિધ સૂત્રોનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ જટિલ રકમો કરવા માટે કેલ્ક્યુલેટર પર નિર્ભર રહેશે નહીં.

વૈકલ્પિક વિષય તરીકે સમાવેશ કરવો જોઈએ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે તે વૈકલ્પિક વિષય હોવો જોઈએ. વૈકલ્પિક વિષય તરીકે વૈદિક ગણિત આપી શકાય છે. જો તમે તેને ફરજિયાત બનાવશો તો તે ફાયદાકારક સાબિત થશે નહીં. મને એવા કોઈ રાજ્યની ખબર નથી કે જેણે આ વિષયને નિયમિત અભ્યાસક્રમમાં સામેલ કર્યો હોય. તેને વૈકલ્પિક વિષય તરીકે સમાવવો જોઈએ.

 

આ પણ વાંચોઃ VADODARA : કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાયા, મોત માટે જવાબદાર કોણ ?

આ પણ વાંચોઃ Omicron Alert: યુપીમાં સવારે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુની જાહેરાત, લગ્નમાં 200 લોકોને મંજૂરી, સીએમ યોગીએ નવા નિર્દેશ જારી કર્યા

Next Article