વડોદરા વીડિયો : ડભોઇના એક મંદિરના મહંતને જેસીબીમાં ઉચકી ગામ બહાર કાઢી મુકાયો, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Nov 08, 2023 | 3:23 PM

ડભોઇના કરનાળી ગામની ત્રણ મહીના પહેલાના એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગામના મંદિરના મહંતનો બિભત્સ કૃત્ય કરતા હોવાનો વીડિયો અને ફોટા વાયરલ થયા હતા.મહંતના આ વીડિયો અને ફોટો લોકો સુધી પહોંચતા તેઓ રોષે ભરાયા હતા. બાદમાં ગ્રામજનો દ્વારા મહંતને ગામ બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લાના ડભોઇની એક અજીબોગરબ ઘટના સામે આવી છે. ડભોઈના કરનાળી ગામના એક મંદિરના મહંતને જેસીબીમાં ઉચકીને ગામ બહાર કાઢવામાં આવ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. ત્રણ મહિના પહેલા આ ઘટના બની હોવાની માહિતી મળી છે. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો-પોરબંદર સમાચાર : છાયા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, પોલીસ તપાસ માટે FSLની લેશે મદદ, જુઓ વીડિયો

ડભોઇના કરનાળી ગામની ત્રણ મહીના પહેલાના એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગામના મંદિરના મહંતનો બિભત્સ કૃત્ય કરતા હોવાનો વીડિયો અને ફોટા વાયરલ થયા હતા.મહંતના આ વીડિયો અને ફોટો લોકો સુધી પહોંચતા તેઓ રોષે ભરાયા હતા. બાદમાં ગ્રામજનો દ્વારા મહંતને ગામ બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. જો કે મહંતને ગામ બહાર કાઢવા જેસીબીનો સહારો લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. પરપ્રાંતિય મહંતે દારૂ પીને ધમાલ મચાવી હોવાનો પણ આરોપ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 08, 2023 03:17 PM