પાટીદારોને ઓબીસી અનામત મુદ્દે કેન્દ્રીય સામાજિક અને ન્યાય પ્રધાન રામદાસ આઠવલે મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

Sep 04, 2021 | 8:33 PM

ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ ન થઇ શકે. તેમણે કહ્યું કે ગુજરાતના પાટીદારોને અલગ અનામત મળવી જોઇએ. આઠ લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઈએ.

કેન્દ્રીય સામાજીક અને ન્યાય પ્રધાન રામદાસ આઠવલેએ ગુજરાત પાટીદારોને અનામત મળવા અંગે નિવેદન કર્યું છે . તેમણે કહ્યું કે ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ ન થઇ શકે. તેમણે કહ્યું કે ગુજરાતના પાટીદારોને અલગ અનામત મળવી જોઇએ. આઠ લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઈએ.

તેમણે કહ્યું કે પાટીદારો, મરાઠા અને રાજપૂતોને અલગ ક્વોટા દ્વારા અનામત આપવી જોઇએ. મંત્રી આઠવલેએ
દેશમાં સમાન નાગરિક ધારો લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વન ફેમિલી વન ચાઇલ્ડનો કાયદો લાવવો જોઇએ.

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અમદાવાદની મુલાકાતે હતા. અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી રસીકરણનું ઐતિહાસિક કામ થયું છે અને આ કામ હજુ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌએ મફત રસીકરણ બદલ મોદી સરકારનો આભાર માન્યો છે. હું પણ તેમનો આભાર માનું છું.

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે એ કહ્યું પહેલાની સરકારની સરખામણીમાં અત્યારની સરકારમાં બધા જ પૈસા સીધા સરકાર સુધી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ જનધન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષમાન યોજના સહિત અનેક યોજનાઓ શરુ કરી. જનધન યોજના 2014માં શરુ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આશરે 43 કરોડ જેટલા ખાતા ખુલ્યા છે અને ગુજરાતમાં એક કરોડ જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : બરોડા ડેરી વિવાદ : “કેતનભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું!” જાણો કોણે અને શા માટે આ નિવેદન આપ્યું

આ પણ વાંચો : ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટની પોલિસીમાં ફેરફારથી રોકાણકારો કફોડી સ્થિતિમાં મુકાયા, સરકાર પાસે કરી આ માંગ

Next Video