કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah શુક્રવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાની  આગામી ચૂંટણીને પગલે  રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.  જેમાં  પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) શુક્રવારે એક જ દિવસે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે

કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah  શુક્રવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Amit Shah Three Day Gujarat Visit
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jun 09, 2022 | 7:22 PM

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)  ગુજરાતના(Gujarat)  પ્રવાસે શુકવારે બપોરે 1 વાગે અમદાવાદ પહોંચશે. અમિત શાહ અમદાવાદમા બોપલ ખાતે પીએમ મોદીના(PM Modi) કાર્યક્રમમાં હાજર રહેશે. અમિત શાહ સાંજે 4 કલાકે બોપલ સ્થિત ઈસરોના કેન્દ્રમાં પીએમ મોદી સાથે મુલાકાત લેશે. આ ઉપરાંત બીજા દિવસે 11 જૂને દીવના પ્રવાસે જશે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમા ભાગ લેશે તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં કરશે. આ ઉપરાંત શાહ 12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે બપોરે ગાંધીનગર પહોંચશે અમિત શાહ ગાંધીનગર મનપા અને GUDA ના કાર્યક્રમમાં હાજરી આપશે આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે . જયારે 12 તારીખે સાંજે અમદાવાદ ના શેલામા નવા તળાવનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે.

ગુજરાત વિધાનસભાની  આગામી ચૂંટણીને પગલે  રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.  જેમાં  પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે એક જ દિવસે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે. તેમજ ત્રણ દિવસ દરમ્યાન તેવો દીવ, આણંદ. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેમજ અનેક વિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.

(With Input, Kinjal Mishra, Gandhinagar) 

 

Published On - 7:15 pm, Thu, 9 June 22