કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ ગુજરાતની બે દિવસના પ્રવાસે છે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણ ઉજવવાના છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ મનાવતા પહેલા અમિત શાહે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા હતા.
Union HM @AmitShah offers prayer ar Lord Jagganath temple on the auspicious occasion of #MakarSankranti #MakarSankranti2023 #Gujarat #TV9News pic.twitter.com/uOZtgbGdTY
— Tv9 Gujarati (@tv9gujarati) January 14, 2023
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દર વર્ષે મકરસંક્રાતિના પર્વ પર જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા પહોંચતા હોય છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. અમિત શાહ તેના આખા પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અને આરતી કરી હતી. સાથે જ દિલીપદાસજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આજે ગૌ દાનનું વિશેષ મહત્વ હોવાથી નાથના દર્શન બાદ અમિત શાહે ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી..
મહત્વનું છે કે, અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણ ઉજવવાના છે.અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણમાં કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને શેરડીની મજા માણીને પતંગના પેચ લડાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં પતંગોત્સવ ઉજવશે.
Published On - 11:48 am, Sat, 14 January 23