ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠક મેળવવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગી ગયુ છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ આજે RSSના વડા મોહન ભાગવતના ધર્મ સંમેલનમાં હાજરી આપવાના છે. જે પછી 6 એપ્રિલે યોજાનારા ભાજપના 43માં સ્થાપના દિવસની તૈયારીઓના ભાગ રુપે અમિત શાહ ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. સાથે જ પોતોના મતવિસ્તારના વિકાસ કામોની સમીક્ષા પણ કરી શકે છે.
આ પણ વાંચો- માફિયા અતીક અહેમદ જેલમાં કરશે 25 રૂપિયાની રોજમદારી, ભેંસ ધોવા ઉપરાંત કરશે ખેતી
અમદાવાદમાં હિન્દુ આચાર્ય ધર્મ સભાની આઠમી વાર્ષિક બેઠક મળી છે. જ્યાં RSSના વડા મોહન ભાગવત આવી પહોંચ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ધાર્મિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓના મનોમંથનનું એપી સેન્ટર બન્યું છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આઠમી હિંદુ આચાર્ય ધર્મસભામાં RSSના વડા મોહન ભાગવત આવી પોંહચ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ધર્મ સંમેલનમાં હાજર રહેવાના છે.
હિન્દુ આચાર્ય ધર્મ સભાની આઠમી વાર્ષિક બેઠક પછી અમિત શાહ ભાજપના પદાધિકારીઓ બેઠક કરે તેવી સંભાવના છે. 6 એપ્રિલે ભાજપના 43મો સ્થાપના દિવસ છે. ત્યારે તેની ઉજવણીની તૈયારીઓની કામગીરીની સમીક્ષા માટે અમિત શાહ ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. 6 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકરોને સંબોધન કરવાના છે. 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવાશે.
તો અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગેની માહિતી મેળવતા રહેતા હોય છે. ત્યારે આ વખતે પણ અમિત શાહ પોતાના મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે.
મહત્વનું છે કે બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે માણસા ખાતે રૂ. 56 કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે, માણસામાં માલણ-ચંદ્રાસણ અને મલાવ તળાવનું જોડાણ થવાથી માણસા વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવશે અને જળક્રાંતિ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…