અમદાવાદના (Ahmedabad )વાસણા(Vasna)વિસ્તારના સોરાઈ નગરમાં એક યુવકની હત્યાને(Murder)બે દિવસ બાદ પણ તેનો ભેદ હજુ ઉકેલાયો નથી. જેમાં હત્યા કર્યા બાદ મૃતદેહ ના ટુકડા એક બાદ એક કચરાના ઢગલામા નાખી નિકાલ કરી દીધો છે. જે હત્યારાને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને હવે શહેરભરની પોલીસ ફાંફા મારી રહી છે. તેની સાથે જ હત્યા કોની અને કેમ તથા કોણે કરી તે તમામ સવાલોના જવાબ મેળવા તપાસ કરી રહ્યા છે.જેમાં બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવક ની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.પરંતુ તે મૃતદેહ નુ માત્ર ધડ જ હતુ.. એટલે કે બે હાથ-પગ અને માથુ મળી આવ્યુ ન હતુ. જે અંગે વાસણા પોલીસે અજણાયા વ્યક્તિ હત્યા નો ગુનો નોધી મૃતક અને આરોપીની શોધખોળ કરતી હતી.
જેમાં આજે સવારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે માનવ મૃતદેહ ના બે પગ મળી આવ્યા હતા.જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમા જોતરાઈ છે. કારણ કે એક બાદ એક માનવ અંગો મળી આવતા હત્યારો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યુ છે. જેમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ મૃતદેહની સાયન્ટિફિક તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે માનવ મૃતદેહના બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે.
જેથી આ બંને ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ અલગ તે અંગે હકીકત સામે આવશે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક જ વ્યક્તિ ના પગ અને ધડ હોઈ શકે છે બીજી બાજુ બે હાથ અને માથું મળી ન આવતા પોલીસે માનવ અંગોની શોધખોળ શરૂ કરી.હાલ સ્થાનિક પોલીસે અને ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા યુવકોને અને તેમના પરિવારને શોધવા કાર્યવાહી કરી રહી છે..સાથે જ સીસીટીવી શોધખોળ શરૂ કરી ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.