પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના બે કર્મચારીઓને સતર્કતા અને તકેદારી સાથે કામ કરી રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ મંડળ સુરક્ષા અધિકારી રાકેશ કુમાર ખરાડીના જણાવ્યા અનુસાર એવોર્ડ મેળવનાર કર્મચારીઓએ રેલવેમાં સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.
13 ફેબ્રુઆરીના રોજ ઓપરેશન વિભાગના કર્મચારી પિન્ટુ કુમાર પોઈન્ટ્સમેન સાબરમતી યાર્ડમાં 15.00 થી 23.00 શિફ્ટમાં દરમિયાન ગ્રાઉન્ડ ફ્રેમ પર કામ કરી રહ્યા હતા. ત્યારે અપ ટ્રેન નંબર NTCJ/CRTK ના પ્રસ્થાન સમયે તેમણે જોયું કે લોકોમાંથી 5મી વેગન જામ છે, જે સલામતીની દૃષ્ટિએ યોગ્ય નથી. જેથી પિન્ટુ કુમારે વિલંબ કર્યા વિના તૈયારી બતાવી અને લાલ ઝંડો બતાવ્યો અને કેબિનમાં કામ કરતા પોઈન્ટ મેન પંચનંદને જાણ કરી. પંચનંદ દ્વારા ટ્રેનને રોકવામાં આવી હતી અને સી એન્ડ ડબલ્યુ સ્ટાફ દ્વારા વેગનની તપાસ કરવામાં આવી હતી અને તેને સુધારવામાં આવી હતી.
તારીખ 9 માર્ચના રોજ સ્ટેશન માસ્તર રામકેશ મીણા દેવગામ સ્ટેશન પર 10.00 થી 22.00 કલાકની શિફ્ટમાં કામ કરતા હતા. ત્યારે બપોરે લગભગ 3:50 વાગ્યે, તેણે લેવલ ક્રોસિંગ નંબર 86 બંધ કરી અને રાધનપુરથી અપ દિશામાં આવતી ટ્રેન નંબર NTCD/Coal લાઇન ક્લિયર આપી અને ઉપરોક્ત ટ્રેનમાંથી પસાર થવા માટે ભાભરથી લાઇન ક્લિયર મેળવ્યા પછી, બધા સિગ્નલ બંધ કરી દીધા.
કામ કરતા ફોર્ક ડ્રાઇવરે માહિતી આપી હતી કે એક ટ્રેક્ટર ટ્રેકની વચ્ચે (અપ લાઇન પર) આવી રહેલી દિશામાં અટવાયું છે તેમણે તરત વોકી-ટોકી દ્વારા ટ્રેન નંબર NTCD/Coal લોકો પાઇલટને જાણ કરી અને આ વિશે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 88 અને 87 ને જાણ કરી અને અપ હોમ સિગ્નલ ચાલુ કર્યું. ઉપરોક્ત ટ્રેનને લેવલ ક્રોસિંગ ગેટ નંબર 88 અને 87ના ફાટક મેન દ્વારા લાલ ફ્લેગ કરવામાં આવી હતી. લગભગ 16:10 વાગ્યે ટ્રેન હોમ સિગ્નલની બહાર ઊભી રહી ગઈ.
આ રીતે, ઉપરોક્ત બંને કર્મચારીઓ દ્વારા ઝડપી અને સાવચેતીભર્યા પગલાને કારણે, સંભવિત ટ્રેન અકસ્માતને સમયસર બચાવી શક્યો હતો. તેમનું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે અને પ્રશંસાને પાત્ર છે. જેથી બને કર્મચારીનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…