Gujarat ના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, મિત્રએ જ મિત્રને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવ્યો

|

Jul 07, 2023 | 4:24 PM

ફાલ્ગુન મહેતાએ 6થી વધુ વ્યાજખોર પાસેથી વેપારીને 9 ટકાના વ્યાજે પૈસા અપાવ્યા હતા. જેના વ્યાજમાં પણ આરોપી ફાલ્ગુનને કમિશન મળતું હતું. આરોપીએ લકઝરીયસ કાર પડાવ્યા બાદ વેપારીની મિલકત પર નજર હતી.

Gujarat ના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, મિત્રએ જ મિત્રને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવ્યો
Ahmedabad Money Lenders Case

Follow us on

Ahmedabad: ગુજરાતના(Gujarat) સૌથી મોટા વ્યાજખોરીના(Money Lenders) કેસમાં વધુ બે આરોપીઓ પકડાયાં. જેમાં પૈસાની લાલચમાં મિત્રએ જ તેના મિત્રને વ્યાજ ખોરોના ચુંગાલમાં ફસાવ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વેપારી કમલ ડોગરાને વ્યાજખોરના ચૂંગલમાં ફસાવનાર મિત્ર ફાલ્ગુન મહેતા અને રઘુવીરસિંહ ચંદ્રાવંશીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે.

જેમાં વ્યાજખોરો ફરિયાદ બાદ અમદાવાદ માંથી ફરાર થઈ ગયા હતા અને દ્વારકા, ગીર, મુંબઈ અને બેગલોર સહિત અલગ અલગ જગ્યાઓ પર નાસતો ફરતો હતો.

EOW એ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે. વેપારી કમલ ડોગરાને કોરોના સમયમાં ધંધામા નુકસાન થતા મિત્ર ફાલ્ગુન મહેતાનો સંપર્ક કર્યો હતો. ફાલ્ગુન મહેતાએ વ્યાજે રૂપિયાનુ આપવવાનું કહીને ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સાથે પરિચય કરાવ્યો અને તમામ લોકોએ તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી વેપારી કમલભાઈની અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ 30-10-2024
પગમાં અહીં દબાવશો એટલે શરીરનો બધો ગેસ નીકળી જશે, જુઓ Video
સુરતમાં અહીં બનશે 6 નવા ફ્લાય ઓવરબ્રિજ, જાણો સંપૂર્ણ વિગત
માત્ર અનુલોમ વિલોમથી જ શરીરની આટલી બધી સમસ્યાઓનું થશે સમાધાન,જાણો
તમે પણ કમાઓ અને ખરીદો... ચામડાની બેગના દાવા પર ટ્રોલર્સને જયા કિશોરીનો વળતો જવાબ
દિવાળી પહેલા કેદારનાથ પહોંચી બોલિવુડ અભિનેત્રી, જુઓ ફોટો

વ્યાજખોરોએ 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે આપવાનું પણ નક્કી કર્યું

જોકે વેપારીને આપેલી રકમ બેંકના માધ્યમથી આપવામાં આવી હતી. જે વેપારીએ સાડા સાત કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કનાં માધ્યમ થી પરત કરી દીધી હતી. તેમ છતા ફાલ્ગુન મહેતા અને ધર્મશે પટેલ વેપારીની ઓફિસથી બેંકની ચેકબુક,. કરોડોની લીમ્બોર્ગી કાર, 1 કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પડાવી હતી. આરોપી ફાલ્ગુન મહેતા વેપારીના પરિવારનું અપહરણની ધમકી આપીને મિલકત પડાવતા વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

ફાલ્ગુન મહેતાએ 6થી વધુ વ્યાજખોર પાસેથી વેપારીને 9 ટકાના વ્યાજે પૈસા અપાવ્યા હતા

જેમાં પકડાયેલો આરોપી ફાલ્ગુન મહેતા સમગ્ર કેસનો મુખ્ય સૂત્રધાર છે અને તે વેપારી કમલ ડોગરાનો મિત્ર હતો, પરંતુ પૈસાની લાલચમાં મિત્રમાંથી શત્રુ બન્યો. ફાલ્ગુન મહેતાએ 6થી વધુ વ્યાજખોર પાસેથી વેપારીને 9 ટકાના વ્યાજે પૈસા અપાવ્યા હતા. જેના વ્યાજમાં પણ આરોપી ફાલ્ગુનને કમિશન મળતું હતું. આરોપીએ લકઝરીયસ કાર પડાવ્યા બાદ વેપારીની મિલકત પર નજર હતી.

જેથી વેપારીને બેંકોમાં મોર્ગેજ મિલકત પચાવવા અને પોતાની પત્નીના નામે મિલકત કરાવવા રજિસ્ટ્રાર ઓફિસ માંથી ટોકન લીધું અને વેપારીને વ્યાજના ખપ્પરમાં ફસાવીને પાયમાલ કરી દીધેલ હતા. આ કેસમાં 11 વ્યજખોર વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

વ્યાજના નેટવર્કમાં 7 આરોપીઓ વોન્ટેડ છે

આ અગાઉ નારોલ પોલીસે વ્યજખોર ધર્મેશ પટેલ અને તેના પુત્ર પ્રેમ સહિત 8ની ધરપકડ કરી હતી પરંતુ ફાલ્ગુન મહેતા ફરાર હતો. EOW ને તપાસ સોંપ્યા બાદ ફાલ્ગુન મહેતા, વિક્રમ ભરવાડ અને રઘુવીરસિંહ ચંદ્રાવંશીની ધરપકડ કરીને 11 આરોપીને ઝડપી લીધા છે પરંતુ હજુ પણ વ્યાજના નેટવર્કમાં 7 આરોપીઓ વોન્ટેડ છે જેની શોધખોળ શરૂ કરાઇ છે. આ ઉપરાંત વ્યાજખોર પાસેથી મળેલા દસ્તાવેજને લઈને તપાસ શરૂ કરી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article