TV9 Exclusive : વસ્ત્રાલ હિટ એન્ડ રન કેસમાં સનસનીખેજ ખુલાસો, પત્નિએ જ આપી હતી હત્યાની સોપારી, વાંચો પર્દાફાશ પાછળની TRUE STORY

|

Jul 04, 2022 | 10:49 PM

Ahmedabad : વસ્ત્રાલ હીટ એન્ડ રન કેસનો આખરે ભેદ ઉકેલાઇ ગયો છે. પ્રેમપ્રકરણમાં પત્ની અને પ્રેમી દ્વારા હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.

TV9 Exclusive : વસ્ત્રાલ હિટ એન્ડ રન કેસમાં સનસનીખેજ ખુલાસો, પત્નિએ જ આપી હતી હત્યાની સોપારી, વાંચો પર્દાફાશ પાછળની TRUE STORY
અકસ્માત સીસીટીવી
Image Credit source: TV9 GFX

Follow us on

વસ્ત્રાલ હિટ એન્ડ રન કેસનો ઉકેલાયો ભેદ, પત્ની અને પ્રેમી નીકળ્યા કાતિલ

TV9 Exclusive : અમદાવાદના (Ahmedabad) ચર્ચાસ્પદ વસ્ત્રાલ અકસ્માત (Accident) અને હત્યા (Murder)કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. આ અકસ્માત કમ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. નોંધનીય છેકે ટીવી9 દ્વારા સૌ-પ્રથમ અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અકસ્માત નહીં, હત્યા કેસમાં મૃતક શૈલેષ પ્રજાપતિની પત્ની જ આરોપી નીકળી છે. અને, પ્રેમપ્રકરણમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ખુલાસો થયો છે. પત્ની અને પ્રેમીએ મળીને શૈલેષ પ્રજાપતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અને, પતિની હત્યા માટે પત્ની દ્વારા 10 લાખની સોપારી અપાઇ હતી.

પ્રેમીને પામવા માટે પત્નીએ ફિલ્મી ઢબ્બે પતિની હત્યા કરાવી નાખી છે. પત્ની અને પ્રેમીએ પતિની હત્યાને અકસ્માતમાં ખપાવા માટે 10 લાખ રૂપિયા સોપારી આપી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી જોતા શંકાના દાયરામાં રહેલી પત્નીની ઉલટ તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. અકસ્માત દિવસે ટીવીનાઇન ટીમે પણ સીસીટીવી આધારે હત્યા થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે પવિત્ર સંબધ ની હત્યા કરનાર કોણ છે આ પત્ની જોઈએ આ રિપોર્ટમાં.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હત્યારી પત્નીનું નામ શારદા ઉર્ફે સ્વાતિ પ્રજાપતિ છે અને તેના પ્રેમીનું નામ નીતિન પ્રજાપતિ છે. પ્રેમને પામવા માટે બંને આરોપીઓ એ ભેગા મળીને પતિ શૈલેષ પ્રજાપતિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં પ્રેમીએ ગોમતીપુરના કુખ્યાત બુટલેગર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા યાસીન ઉર્ફે કાણીયોને હત્યાને અકસ્માતમાં ખાપાવા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. જોકે અકસ્માતના સીસીટીવીએ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને અંતે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.

આરોપી પ્રેમી નીતિન પ્રજાપતિ અને મૃતક શૈલેષ પ્રજાપતિ બોટાદના એક જ ગામ રાણપુરના વતની હતા અને બન્ને ભાગીદારીમાં જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલ હતા. જેને કારણે આરોપી નીતિન વારંવાર મૃતક શૈલેષ પ્રજાપતિના ઘરે આવતો જતો હતો. જેથી આરોપી નીતિન અને શારદાને પ્રેમ સંબધ બંધાયો હતો જે પ્રેમ સંબધની જાણ શૈલેષ પ્રજાપતિને થઈ હતી. જેને લઈ શૈલેષ પ્રજાપતિ પત્નીને રોકટોક કરતો હતો અને બન્નેના પ્રેમ સંબંધમાં શૈલેષ પ્રજાપતિ નડતર બનતા હત્યા કરવાનો પ્લાન ધડી દીધો હતો. પકડાયેલ આરોપીઓ પત્ની અને પ્રેમીની પૂછપરછમાં છેલ્લા અઢી વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબધ હતા અને જેની જાણ શૈલેષને થતાં અવાર નવાર ઝગડા થતા જેને લઈને બંને આરોપીઓ એકબીજાને મળી શકતા ન હતા જેને લઈ છેલ્લા 6 મહિનાથી હત્યા કરવાનું પ્લાન બનાવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે યાસીન ઉર્ફે કાણીયાને 7 લાખ રૂપિયા નીતિન પ્રજાપતિએ આપી દીધા છે. ત્યારે હવે પોલીસે અક્સ્માતમાં વપરાયેલ પિકપ ડાલા વાહનને કબ્જે કરી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વસ્ત્રાલ અકસ્માત નહી, હત્યા કેસના સીસીટીવી આવ્યા સામે, હત્યા માટે પહેલા રેકી કરાઇ

અમદાવાદ વસ્ત્રાલમાં યુવકને મોતને ઘાટ ઉતાર (Murder)ના પીકઅપ વાન મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં યુવકના અકસ્માત પહેલાના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જે પીકઅપ વાને યુવકને ટક્કર મારી તેના ડ્રાઈવર કેમેરામાં કેદ થયા છે. તો ડ્રાઈવર સાથે રહેલો શકમંદ વ્યક્તિ કેવી રીતે મૃતક પર નજર રાખી રહ્યો હતો. અમદાવાદના વસ્ત્રાલમાં 24 જૂને શૈલેષ પ્રજાપતિ નામના યુવકને એક પીકઅપ વાને મોતની ટક્કર મારી હતી. ત્યારે આ મામલે ટીવીનાઈને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત પહેલા બે શંકાસ્પદો સીસીટીવીમાં કેદ થયા છે. જેમાં એક શકમંદ મૃતકની આસપાસ રહીને રેકી કરે છે. જ્યારે બીજો ડ્રાઈવર મોતની ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.

 


જાણો શું છે વસ્ત્રાલ અકસ્માત નહીં, હત્યા કેસ ?

25 જુલાઇ 2022ના રોજ વહેલી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી. મોર્નિંગ વોક માટે નીકળેલા એક યુવકને બેફામ જતા વાહન ચાલકે ટક્કર લગાવી. આ અકસ્માતમાં મોર્નિંગ વોક કરવા નીકળેલ શૈલેષ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના CCTVવી ફુટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે CCTV ફુટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી કેસની તપાસ હાથ ધરી હતી. જો કે આ અકસ્માત નહીં પરંતુ સુનિયોજીત હત્યા છે તેવી ટીવી9 દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

Published On - 6:18 pm, Mon, 4 July 22

Next Article