Ahmedabad: ટામેટાના ભાવે વટાવી સદી, અન્ય શાકભાજીના ભાવોમાં પણ વધારો, ગૃહિણીઓ માટે ઘર ચલાવવા ફાંફાં

|

May 06, 2022 | 2:26 PM

હોલસેલ બજારમાં ટામેટાના (Tomatoes) ભાવ એક સપ્તાહ પહેલા 15 રૂપિયે કિલો આસપાસ હતા. જે હાલમાં વધીને 25 થી 30 ઉપર પહોંચ્યા છે.

Ahmedabad: ટામેટાના ભાવે વટાવી સદી, અન્ય શાકભાજીના ભાવોમાં પણ વધારો, ગૃહિણીઓ માટે ઘર ચલાવવા ફાંફાં
Tomatos (File Photo)

Follow us on

સામાન્ય માણસ પર મોંઘવારીનો (Inflation) માર વધતો જઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ શાકભાજીના (Vegetables) ભાવો હવે આસમાને પહોંચ્યા છે. દરેક શાકભાજીના ભાવ સામાન્ય વર્ગને જાણે રડાવી રહ્યા છે. લીંબુ (Lemon) , ટામેટા (Tomatoes) સહિત શાકભાજીના ભાવો વધી રહ્યા છે. હાલમાં લીંબુ 300 રૂપિયે કિલો મળી રહ્યા છે. જ્યારે ટામેટા 100 રૂપિયે કિલો મળી રહ્યા છે. તો અન્ય શાકભાજીના ભાવ પણ 100 રૂપિયા આસપાસ છે. જેના કારણ ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે.

માનવામાં નહિ આવે કે હાલમાં શાકભાજીના ભાવ સદી પર પહોંચ્યા છે. લોકોની થાળીમાં પીરસાતા શાકભાજીના ભાવ આસમાને છે. જેને લઈને લોકોની થાળીમાંથી શાકભાજી ઓછા થવા લાગ્યા છે. તેમાં પણ ઉનાળામાં સૌથી વધુ ભોજનમાં લેવાતા લીંબુ અને ટામેટા જ ભાવમાં ધરખમ વધારો થતા લોકો ચિંતામાં છે. લીંબુના ભાવ હાલમાં 250 થી 300 રૂપિયાની આસપાસ છે. તો ટામેટા 80 થી 100 રૂપિયાની આસપાસ કિલોના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે.

ક્યાં બજારમાં છે કેટલો ભાવ ?

હોલસેલ બજારમાં ટામેટાના ભાવ એક સપ્તાહ પહેલા 15 રૂપિયે કિલો આસપાસ હતા. જે હાલમાં વધીને 25 થી 30 ઉપર પહોંચ્યા છે. જોકે હોલસેલમાં આટલો ભાવ હોવા છતાં બજારમાં ક્યાંક 50 તો ક્યાંક 80 તો ક્યાંક 100 રૂપિયે કિલો ટામેટા મળી રહ્યા છે. આ ભાવ વધારાએ ગૃહિણીઓને નારાજ કર્યા છે. તો વધતા ભાવ સામે ગૃહિણીઓએ વચેટીયાઓને થતો લાભ થતો રોકવા માગ કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ક્યાં શાકભાજીના રિટેલમાં કિલોના કેટલો છે ભાવ

  1. લીંબુ- 300 રુ.
  2. ટામેટા- 100 રુ.
  3. ચોળી- 120 રુ.
  4. ટીંડોડા- 120 રુ.
  5. ફણસી- 200 રુ.
  6. ગવાર- 100 રુ.
  7. ભીંડા- 100 રુ.
  8. પરવર- 100 રુ.
  9. દુધી- 80 રુ.

ક્યાં સ્થળોએથી થાય છે ટામેટાની આવક?

મહારાષ્ટ્ર અને સ્થાનિક લેવલે તારાપુર, ખેડા, મહીસાગરથી ટામેટા આવે છે. તેમજ બેંગ્લોરથી પણ ટામેટા આવે છે. જોકે બેંગ્લોરમાં વરસાદના કારણે પાક નુકસાન થતા પાક ઓછો છે. જેના કારણે ભાવ ઉચકાયા છે. તેમજ બેંગ્લોર સિવાય અન્ય સ્થળેથી પણ પાકની આવક ઓછી હોવાથી ભાવ ઉચકાયાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહિ પણ ભાવ વધતા ટામેટાની ડિમાન્ડ પણ ઓછી થવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જે નવો પાક આવ્યા બાદ ભાવ ઘટવાની શક્યતાઓ તેમજ ડિમાન્ડ વધવાની શક્યતાઓ છે. જેની લોકો રાહ જોઈ રહ્યા છે.

Next Article