ગુજરાત વિધનસભાની ચૂંટણી (Gujarat Assembly election) નજીક આવતા ભાજપ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે ફરી એક વાર PM નરેન્દ્ર મોદી(PM Modi gujarat visit) આજે ગુજરાતના પ્રવાસે છે. આજે ગાંધીનગર મહાત્મામંદિર ખાતેથી વડાપ્રધાન(PM Modi) ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital india week) દેશવ્યાપી શુભારંભ કરાશવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. તો ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.
તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ(Dgital) થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. જ્યારે સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200 થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.
જે ડિજિટલ પહેલનું લોકાર્પણ કરાશે તેમાં ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’ સામેલ છે.આ તમામ સ્કીમની અલગ-અલગ ખાસિયતો છે.તમને જણાવી દઈએ કે,‘માય-સ્કીમ’ પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ(Govt scheme) વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે. જેનો ઉદ્દેશ્ય ‘વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી’નો છે જ્યાં લાભાર્થીઓ કઇ સરકારી યોજનાઓ લાભ લેવા માટે લાયક છે તે સરળતાથી શોધી શકાય છે. આ ઉપરાંત, ‘મેરી પહેચાન- નેશનલ સિંગલ સાઈન-ઓન ફોર વન સિટીઝન લોગિનની સુવિધા પણ દેશના નાગરિકોને સમર્પિત કરવામાં આવશે. નેશનલ સિંગલ સાઇન-ઓન એ એક યુઝર ઓથેન્ટીકેશન સેવા છે, જેમાં વિવિધ ઓળખપત્રો બહુવિધ ઑનલાઇન એપ્લિકેશનો (Online Application) અથવા સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરશે.
Published On - 7:01 am, Mon, 4 July 22