ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આવતીકાલે પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 2995 પરીક્ષા કેન્દ્રોના 31794 વર્ગખંડ માં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે 9.53 લાખ ફોર્મ ભરાયા છે. પરિક્ષાર્થીઓએ સવારે 9:30 વાગ્યા સુધી પરિસરમાં પહોંચવાનું રહેશે. જો કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની સરકારી ભરતીઓમાં ગેરરીતિ અને પેપરલીક ના બનાવો સામે આવતા રહ્યા છે ત્યારે આવતીકાલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક વર્ગ-3 ની પરીક્ષા યોજાશે.
જેમાં 9.53 લાખ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે 2995 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરાયું છે. 7500 પોલીસ કર્મચારીઓ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ જોડાશે. આ સિવાય 200 થી પણ વધારે ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ પણ કાર્યરત રહેશે. પરીક્ષામાં થતી ગેરરીરીને રોકવા માટે તમામ વર્ગખંડને સીસીટીવીટી સજ્જ કરાયા છે.
આ સિવાય ઉમેદવારોને પેન, આઈકાર્ડ અને કોલલેટર સિવાય કંઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓએ સવારે 9:30 કલાક કે વર્ગખંડમાં પહોંચી જવાનું રહેશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના સભ્ય રાજીકા કચરિયાએ જણાવ્યું કે પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પરીક્ષાાર્થીઓ કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપે. નેગેટીવ ફોર્સ બદનામ કરવાના કાવતરા કરશે પરંતુ સરકાર અને પોલીસ તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. સ્ટ્રોંગ રૂમ બહાર પણ ટાઇટ સિક્યુરિટી રાખવામાં આવી છે એટલે જ ગેરરીતિનો કોઈ સવાલ ઊભો થતો નથી.
પરીક્ષાને ધ્યાને રાખી 200 થી વધારે ફ્લાઈંગ સ્ક્વોડ ખડેપગે રહેશે. 42 સ્ટ્રોંગ રૂમ પર સુરક્ષા સાથે ટિમો તૈનાત કરાઈ છે. સ્ટ્રોંગ રૂમથી કેન્દ્ર સુધી પેપર અને સામગ્રી લઈ જવા માટે 900 થી વધુ રૂટ પર હથિયારધારી પોલીસકર્મી અને સુપરવાઈઝર સાથે મોકલવામાં આવશે. પરિક્ષાર્થીઓ કેન્દ્ર પર મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, ઈયરફોન કે અન્ય ઇલેકટ્રીક ગેઝેટ લઈ જઈ નહીં શકે.
આ પણ વાંચો : Weather Update : ભર શિયાળામાં ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી