હાથમાં ધજા લઈ પગપાળા દ્વારકા પહોંચી અમદાવાદની આ યુવતી, જુઓ-Video

ભક્ત જિંદગી પારેખ પોતે હરિહરાની ભક્ત છે. તે પગપાળા ચાલીને દ્વારકા દર્શન કરવા પહોંચી હતી. સતત 13 દિવસ ચાલ્યા બાદ જિંદગી 14માં દિવસે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ દ્વારિકા પહોંચે છે

હાથમાં ધજા લઈ પગપાળા દ્વારકા પહોંચી અમદાવાદની આ યુવતી, જુઓ-Video
jindgi parekh
| Updated on: Sep 05, 2025 | 2:30 PM

ભગવાન દ્વારકાધીશમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા કૃષ્ણ ભક્તોની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. ત્યારે અંતરમાં આસ્થા સાથે કૃષ્ણ ભક્તિ કરવા ચાલીને દ્વારકા આવતા મોટી સંખ્યામાં યાત્રિકોનો સંઘ પણ આ બાબતનું એક ઉમદા ઉદાહરણ સમાન છે. ત્યારે અમદાવાદની એક યુવતી જિંદગી પરીખ 13 દિવસમાં પગપાળા દ્વારકા પહોંચી છે.

પગપાળા અમદાવાદથી દ્વારકા પહોંચી યુવતી

ભક્ત જિંદગી પરીખ પોતે હરિહરાની ભક્ત છે. તે પગપાળા ચાલીને દ્વારકા દર્શન કરવા પહોંચી હતી. સતત 13 દિવસ ચાલ્યા બાદ જિંદગી 14માં દિવસે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ દ્વારકા પહોંચે છે. જિંદગી કહે છે કે તેના માટે આ દિવસ ખુબ જ ખાસ હતો કારણ કે આ દિવસે નોમ અને સોમવાર બન્ને હતા. આથી આ દિવસે તેને દર્શનનો લહાવો મળ્યો.

પગપાળા યાત્રા પૂર્ણ કરી 14માં દિવસે કર્યા શ્રી કૃષ્ણના દર્શન

જિંદગીનું આ 13 દિવસની પગપાળા યાત્રામાં ઘણી જગ્યાએ આગતા સ્વાગતા સાથે વેલકમ કરવામાં આવ્યું, તેમજ લોકો એ તેના આગમનમાં સામૈયું પણ કાઢ્યું. 14માં દિવસે દ્વારકા પહોંચી જિંદગીએ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણી ના પણ દર્શન કર્યા.

આ યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમજ @harihar.bhakt ઈન્સ્ટા પેજ પર તેના અનેક વીડિયા મુકવામાં આવ્યા છે. તેમાં તેના આ 14 દિવસની જર્નીનો ઉલ્લેખ પણ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:15 pm, Fri, 5 September 25