મોરેશિયસના(Mauritius) વડાપ્રધાને (PM) અમદાવાદના (Ahmedabad) અંધજન મંડળની (Andhajan Mandal)મુલાકાત લીધી હતી. મોરેશિયસના વડાપ્રધાન અને તેમના પત્નીએ બે કાર્યક્રમો રદ્દ કરીને અંધજન મંડળની મુલાકાત લીધી જ્યાં દિવ્યાંગ બાળકોએ તેમનું સ્વાગત કર્યું. મોરેશિયસ વચ્ચે દિવ્યાંગોના વિકાસને લઇને કરાર કરવામાં આવ્યા છે ત્યારે તેઓએ મંડળની મુલાકાતને લઈને દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. જ્યાં તેમણે દિવ્યાંગ વિદ્યાર્થીનો ડાન્સ નિહાળ્યો સાથે મંડળમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશેની પણ માહિતી મેળવી હતી.
પ્રવિન્દકુમાર જગન્નાથે ગાંધીનગરમાં પીએમ મોદી સાથે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં ભાગ લીધો
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથ બે દિવસ ભારત પ્રવાસે હતા.ત્યારે આજે તેમણે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી.પ્રવિન્દ કુમાર જગન્નાથે આ પહેલા પીએમ મોદી સાથે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પણ ભાગ લીધો હતો.આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે પ્રથમવાર આયુષ સેક્ટરને લઇ એક રોકાણ સંમેલન થઇ રહ્યું છે.કોરોના સંકટ સમયે આયુષ અન્ય ઉત્પાદનની સામે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદગાર સાબિત થયો.સાથે જ કહ્યું કે ભારત ટુંક સમયમાં પારંપારિક ઔષધિય ઉત્પાદનને માન્યતા આપવા માટે આયુષ ચિન્હ જાહેર કરશે.જે દેશના આયુષ ઉત્પાદકોની ગુણવત્તામાં પ્રામાણિકતા પ્રદાન કરશે.સાથે જ કહ્યું કે જે લોકો પારંપારિક સારવાર માટે ભારત આવે છે તેમના માટે જલ્દી જ આયુષ વીઝા શ્રેણી પણ જાહેર કરશે.તો મોરેશિયસના પીએમે ભારતને દુનિયાની ફાર્મસી ગણાવી અને કહ્યું કે મોરેશિયસમાં આયુષની પ્રથા લોકપ્રિય છે.અને અમે સ્વીકાર્યું છે કે પારંપારિક દવાઓ આધુનિક દવાની પૂરક છે..સાથે જ તેમણે દાવો કર્યો કે વિશ્વના 80 ટકા લોકો વિવિધ મૂળની પારંપારિક ચિકત્સાનો ઉપયોગ કરે છે.પારંપારિક ચિકિત્સા, સારવાર અને જ્ઞાનનું સંરક્ષણ કરવું જોઇએ.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ ગુજરાતની મુલાકાતે છે.ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન મોરેશિયસ દ્વારા ગિફટ સિટીમાં રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાનને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.તો વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મોરેશિયસના પ્રવાસે આવવાનું નિમંત્રણ આપ્યું હતું.મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.
આ પણ વાંચો :અમદાવાદ : હવામાન વિભાગની બે દિવસ વરસાદની આગાહી, જાણો કયાં પડશે વરસાદ ?
આ પણ વાંચો :Jamnagar : ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો, કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું
Published On - 7:13 pm, Wed, 20 April 22