ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો રાજ્યની ભાજપ સરકાર વિશે શું કહ્યું

|

Oct 09, 2021 | 5:34 PM

જયારે રઘુ શર્માને પૂછવામાં આવ્યું કે 20 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે તેમની સામે કેવા પડકારો રહેશે, ત્યારે તેમણે કહ્યું કે રાજકારણમાં પડકારો તો આવતા રહેતા જ હોય છે.

AHMEDABAD : આખરે ગુજરાત કોંગ્રેસને તેના નવા પ્રભારી મળી ચુક્યા છે. કોંગ્રેસ હાઈકમાને રાજસ્થાન સરકારના મંત્રી રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ પ્રભારી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ડૉ. રઘુ શર્મા અમદાવાદ આવી ભદ્રકાળી-જગન્નાથ મંદિરે દર્શન કરશે. સિનિયર નેતાઓ સાથે ઔપચારિક મુલાકાત બાદ ધારાસભ્યો સાથે બેઠક કરશે. આગામી વિધાનસભા ચૂંટણીને લઇને નવા કાર્યક્રમો વિશે વાર્તાલાપ કરશે.

જયપુરથી અમદાવાદ આવતા સમયે રઘુ શર્માએ Tv9 સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. જયારે તેમને પૂછવામાં આવ્યું કે 20 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે તેમની સામે કેવા પડકારો રહેશે, ત્યારે તેમણે કહ્યું કે રાજકારણમાં પડકારો તો આવતા રહેતા જ હોય છે. તેમણે કહ્યું તેઓ પોતે પણ પાર્ટીના ગ્રાઉન્ડ લેવલના નેતા છે. રાજકારણમાં કઈ પણ અસંભવ નથી. કોની સરકાર બનશે અને કોની સરકાર નહી બને એ નક્કી કરવાનું કામ જનતાનું છે. તેમણે કહ્યું કોંગ્રેસના વિચારોમાં દમ છે, કોંગ્રેસ આ દેશના DNAમાં છે.

તેમણે કહ્યું ગુજરાતમાં વિચારધારાને આધારે કોંગ્રેસ 20 વર્ષથી આજે પણ ગામે ગામ મજબુત છે. તેમણે કહ્યું જયારે છેલ્લી વાર વિધાનસભા ચૂંટણી થઇ ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બહુ ઓછું માર્જીન રહ્યું હતું. તેમણે કહ્યું કોંગ્રેસ તૈયાર છે, આ વખતે અમે કોંગ્રેસની સરકાર બનાવીશું.

આ પણ વાંચો : 2022ની ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ટિકિટ મળશે: સી.આર.પાટીલ

અ પણ વાંચો : ગુજરાતમાં કેટલું પૂરું થયું Bullet Train પ્રોજેક્ટનું કામ, જુઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના PHOTOS

Next Video