AMC સંચાલિત થલતેજ અને સંકલિતનગર અર્બન હેલ્થ સેન્ટરનું નામ દેશભરમાં ગુજ્યું, જાણો કેમ?

|

Jun 16, 2022 | 5:08 PM

આ પ્રોગ્રામના ક્વોલીટી સ્ટાન્ડર્ડ મુજબ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની કામગીરીનુ કુલ 12 અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં વહેચીને થીમેટીક ચેકલીસ્ટ મુજબ દર્દીઓને આપવામાં આવતી સેવાઓનુ મુલ્યાંકન કરવામાં આવે છે.

AMC સંચાલિત થલતેજ અને સંકલિતનગર અર્બન હેલ્થ સેન્ટરનું નામ દેશભરમાં ગુજ્યું, જાણો કેમ?
Urban Health Center

Follow us on

અમદાવાદ (Ahmedabad) પ્રાઇવેટ હોસ્પિટલ (Hospital) ની સરખામણીમાં અર્બન હેલ્થ સેન્ટરો (Urban Health Centers) માં સારી ગુણવત્તાની આરોગ્યલક્ષી સારી સેવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)  દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે સાથે જ અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા લોકો ને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા અલગ-અલગ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારના પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા NQAs (National Quality Assurance Standard) પ્રોગ્રામ અંતર્ગત વિવિધ રાજ્યોની પબ્લિક હેલ્થ ફેસીલીટી (અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)નું ક્વોલીટી સ્ટાન્ડર્ડના ચેક્સીસ્ટ મુજબ મૂલ્યાંકન(Assessment) કરવામાં આવે છે. જે અંતર્ગત  અમદાવાદના 10 હેલ્થ સેન્ટર આ મુલ્યંકનમાં ખરાં ઉતર્યં છે અને તેની એવોર્ટ માટે પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સંચાલીત 80 અર્બન હેલ્થ સેન્ટર પૈકી 10 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર (અમરાઇવાડી, જોધપુર, ખોખરા, નોબલનગર, રાણીપ, પાલડી, ઇન્દ્રપુરી, વિરાટનગર, થલતેજ અને સંકલિતનગર)નુ નેશનલ લેવલના NATIONAL QUALITY ASSURANCE STANDERD(NQAS) માટેના સર્ટીફીકેશન માટેની તૈયારીઓ કરવામાં આવી છે. જેથી કરીને તેમાં કામ કરતાં તમામ કર્મચારીઓનો જુસ્સો વધારી શકાય અને તેઓ પણ આ અવોર્ડ મળવાનું ગૌરવ લઈ શકે.

આ પ્રોગ્રામના ક્વોલીટી સ્ટાન્ડર્ડ મુજબ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની કામગીરીનુ કુલ 12 અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં વહેચીને થીમેટીક ચેકલીસ્ટ મુજબ દર્દીઓને આપવામાં આવતી સેવાઓનુ મુલ્યાંકન કરવામાં આવે છે. જેમાં નોબલનગર, જોધપુર, અમરાઇવાડી, રાણીપ, ખોખરા, થલતેજ, સંકલીતનગર, પાલડી, ઇન્દ્રપુરી, વિરાટનગર યુ.પી.એચ.સી.ને 70% થી વધુ ગુણ મેળવેલ અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ગુજરાત રાજયમાં સૌથી વધુ NQAS સર્ટીફાઇડ કુલ-10 યુ.પી.એચ.સી. ધરાવતું મ્યુનિ. કોર્પોરેશન બનેલ છે. તા. 13,06.22 ના રોજ થલતેજ અને સંકલિતનગર અર્બન હેલ્થ સેન્ટરને NQAS પ્રોગ્રામ અંતર્ગત “ક્વોલિટી સર્ટીફીકેટ” એનાયત કરવામાં આવેવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અર્બન હેલ્થ સેન્ટરને અપાયેલા આ પ્રોત્સાહનથી અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને વધુ ગુણવતાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા અંગેના અભિગમને વેગ મળેલ છે અને આગામી સમયમાં 40 થી વધુ અર્બન હેલ્થ સેન્ટરને નેશનલ એસેસમેન્ટ માટે તૈયાર કરવામાં આવશે તેવી યોજના પણ બનાવી તેના પર કામ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

Next Article