અમદાવાદમાં અંગત અદાવતમાં ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કરી આતંક મચાવતા ત્રણ આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

Ahmedabad: શહેરના રખિયાલ વિસ્તારમાં અંગત અદાવતમાં 9 રાઉન્ડ ફાયરિંગ કરી આંતક મચાવનારા ત્રણ આરોપીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. ફિલ્મી સ્ટાઈલમાં આવી સ્થાનિક લોકોને માર મારી 9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. સમગ્ર મામલે રખિયાલ પોલીસે હત્યાનો પ્રયાસ અને ફાયરિંગનો ગુનો નોંધ્યો છે.

અમદાવાદમાં અંગત અદાવતમાં ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કરી આતંક મચાવતા ત્રણ આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ
ફાયરિંગના આરોપી ઝડપાયા
| Edited By: | Updated on: Jan 23, 2023 | 11:07 PM

અમદાવાદના રખિયાલમાં અંગત અદાવતમાં 9 રાઉન્ડ ફાયરિંગ કરીને આંતક મચાવનારા આખરે પોલીસની ગિરફ્તમાં આવ્યા છે. ફિલ્મી સ્ટાઇલમાં કારમાં આવીને સ્થાનિક લોકોને માર મારીને ફાયરિંગ કર્યુ હતુ. રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસ અને ફાયરિંગને લઈને ગુનો નોંધ્યો છે. ક્રાઇમ એસ.ઓ.જીએ હથિયાર સાથે ત્રણ આરોપી ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં ડોન બની ફાયરિંગ કરી રીયલ બનાવનાર ગુનેગાર ફઝલ શેખ ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં આવ્યો છે. દ્રશ્યોમાં દેખાતા આરોપી ફઝલ શેખ,મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટીની ક્રાઇમ એસ.ઓ.જીએ ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાની વિગત અનુસાર 21મીની રાત્રે રખિયાલ વિસ્તારમાં આવેલ કાશીબાઈની ચાલી નજીક સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે ફઝલ શેખ,મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટી ભેગા મળી ફિલ્મી સ્ટાઈલથી ત્યાં પહોંચી ગયા અને ઇકબાલ બાટલી ક્યાં છે તેવું કહીને સ્થાનિક લોકોને માર મારીને 8 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને એક રાઉન્ડ સ્થાનિક લોકો પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા. જેમાં રખીયાલ પોલીસે ફાયરિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ફઝલ શેખ સહિત 3 લોકો નરોડાથી રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા, પરંતુ ક્રાઇમ એસ.ઓ.જીએ બાતમીના આધારે ધરપકડ કરી લીધી હતી.

પકડાયેલ આરોપી ફઝલને ફરિયાદી નાસીર હુસેન શેખ અને ઈકબાલ બાટલી નામના વ્યક્તિ વચ્ચે કોઈ અંગત અદાવત છે. જે અદાવતમાં ફાયરિંગ કરવા દોઢ મહિના પહેલા આરોપી ફઝલે હથિયાર મગાવ્યું હતું. જેમાં 21મી તારીખે રાત્રે આરોપી ફઝલએ ગાડીમાં જઈ ફિલ્મી સ્ટાઈલે 9 રાઉન્ડ ફાયરિંગ કરી આંતક મચાવ્યો હતો.

આ બાટલીની અદાવતમાં આરોપીએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. બાટલી પણ કુખ્યાત આરોપી છે તેની વિરુદ્ધ SOG માં હથિયારને લઈને ગુનો નોંધાયો હતો. ત્યારે પકડાયેલ આરોપી રખિયાલ વિસ્તારના ટપોરી છે અને પોતે ભાઈ બનવાની ઘેલછા ધરાવતો હોવાથી આ પ્રકારના અવારનવાર કૃત્ય કરતા હોય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરો બેફામ, 10થી 40 ટકા વ્યાજ વસુલી મિલકત પચાવી પાડનારા 6 વ્યાજખોરો સામે ફરિયાદ, ત્રણની કરાઈ ધરપકડ

રખિયાલમાં ફાયરિંગ કરીને આતંક મચાવનાર આરોપી ફઝલની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે જુહાપુરાના જાવેદ ઉર્ફે 600 નામના શખ્સ જોડેથી 40 હજારમાં હથિયાર ખરીદ્યું હતું. જે હથિયાર વડે પોતે ફઝલએ ફાયરિંગ કરી રિલ પણ બનાવ્યા હતા. ત્યારે પકડાયેલ 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ ક્રાઇમ એસ.ઓ.જીએ આરોપી પકડી રખિયાલ પોલીસને સોંપ્યા છે.