ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સે 23મી એપ્રિલના રોજ અમદાવાદ ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ફ્લેવ (Textile Leadership Conflave)2022નું આયોજન કર્યું છે. જેની આજે GCCI ખાતે યોજાયેલ એક પ્રેસ કોંફરન્સમાં (Press conference)જાહેરાત કરવામાં આવી હતી. જે “ટેક્સટાઈલ ઇન્ટરેક્ટિવ મીટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 25 જેટલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોસિએશનોના અગ્રણીઓ કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ, ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશિ મહાપાત્રા IAS અને ગુજરાત સરકારમાં ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તા IAS હાજર રહેશે અને વિશેષ વાર્તાલાપ કરશે. જે કોનકલેવ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર, વૈષ્ણોદેવી સર્કલ પાસે, અમદાવાદ ખાતે યોજાશે. આ કાર્યક્રમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પણ લાઈવ થશે.
આ કોન્કલેવનો હેતુ સરકાર અને ઉદ્યોગો વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વર્તમાન બાબતો/FTA/વૃદ્ધિ યોજના જેવા વિષયો પર ચર્ચા દ્વારા કાપડ ઉદ્યોગને વધુ વેગ આપવા માટે ઉત્પાદકોના પ્રશ્નોના ઉકેલો સુચવી અર્થપૂર્ણ સંવાદ સ્થાપિત કરવાનો છે. આ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ટીમ દ્વારા પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય સંગઠનોના ઇનપુટ્સ સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે. અને તે મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓને રજૂ કરવામાં આવશે.
ટેક્સટાઇલ લીડરશિપ કોન્ફ્લેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના કેટલાક ટાઈટન્સ તેમના બિઝનેસ ગ્રુપની સફળતાની સ્ટોરી પણ શ્રોતાઓને સંભળાવશે. સમગ્ર દેશમાંથી જિનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગારમેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા વર્ટિકલ્સમાંથી 700 જેટલા સહભાગીઓ આ કોન્કલેવમાં જોડાશે.
જે કોનકલેવમાં પુનિત લાલભાઈ (અરવિંદ ગ્રુપ), દિપાલી ગોએન્કા (વેલસ્પન ગ્રુપ), રાજેન્દ્ર અગ્રવાલ (ડોનર ગ્રુપ), મોહન કાવરી (સુપ્રીમ ગ્રુપ) અને રોહિત પાલ (ઈન્ફિલૂમ) કોન્ફ્લેવમાં વક્તા હશે. જેઓ પોતાના બિઝનેસ સફળતાને લોકો સમક્ષ વર્ણવશે. આ વક્તામાં રોહિત પાલની કંપની એક દિવસમાં 4.5 લાખ મોજા તૈયાર કરે છે. જે ટાર્ગેટ વધારી 7.50 લાખ કરવાનો છે. આના જેવી પોતાની સિદ્ધિ અલગ અલગ વકતા વર્ણવશે. જેથી લોકો તેમના વિશે અને તેમના પરિશ્રમ વિશે જાણી આગળ વધી શકે.
ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોને એક મંચ પર લાવવા અને સરકારને સૂચનો અને ભલામણોને રજૂ કરવાનો અભૂતપૂર્વ પ્રયાસ છે. સમગ્ર ભારતમાં આ ઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રેસ કોંફરન્સ દરમિયાન GCCIના ચેરમેનને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ વિશે પૂછતાં તેઓએ ના ખરાબ ના સારી જેવી હાલત વર્ણવી. સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અને યુક્રેનના કારણે ગારમેન્ટના ભાવમાં વધારો થયો હોવાથી હાલાકી સર્જાઈ હોવાનું પણ જણાવ્યું. જેમાં ચેરમેન સૌરીન પરીખ વધુમાં જણાવ્યું કે હાલમાં ગારમેન્ટ ક્ષેત્રે મોંઘવારીની અસરના કારણે 40 થી 60 ટકા ભાવ વધારો નોંધાયો છે. જે અસહનીય છે. જોકે વૈશ્વિક પરિસ્થિતિ ના કારણે હાલ તેની અસર ઓછી દેખાઈ રહી છે. જે સુધારો કરવો જરૂરી છે. કેમ કે ભાવ વધારો આમ જનતાને અસર કરતો મુદ્દો છે. જે હવે ધીમે ધીમે બજારોમાં પણ દેખાવા લાગ્યું છે. જોકે બજારની હાલત બહુ ખરાબ ન હોવાની પણ વાત GCCI ના ચેરમેને કરી હતી.
આ પણ વાંચો :ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
આ પણ વાંચો :Ahmedabad: ગૌતમ અદાણીને મળવા સામેથી તેમની ઓફિસે પહોંચ્યા બ્રિટનના વડાપ્રધાન, જાણો શું છે કારણ