Ahmedabad: પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક, મકાનની દલાલી કરતા વ્યક્તિના ઘર જઈ સાતથી આઠ લોકોએ તોડફોડ કરી

|

Mar 27, 2022 | 3:03 PM

ફરિયાદીનું કહેવું છે કે હેમુ દેસાઈ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી અને બાદમાં ઘરની બહાર તોડફોડ કરી. હતો. જોકે જાહેર રોડ પર આરોપીઓ આંતક મચાવતાં શાહીબાગ પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટિમ બનાવી શોધખોળ શરૂ કરી છે.

Ahmedabad: પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક,  મકાનની દલાલી કરતા વ્યક્તિના ઘર જઈ સાતથી આઠ લોકોએ તોડફોડ કરી
મકાન દલાલી કરતા વ્યક્તિના ઘર જઈ સાત થી આઠ લોકો તોડફોડ કરી

Follow us on

અમદાવાદ (Ahmedabad)  પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક (anti social elements) હજી યથાવત જોવા મળી રહ્યો છે. શાહીબાગમાં મકાન દલાલી કરતા વ્યક્તિના ઘરે જઈ અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો. પૈસાની લેતીદેતીમાં સમાધાન કરાવાની અદાવત રાખીને મકાન દલાલ (broker) ના ઘરે જઈ સાતથી આઠ લોકોએ તોડફોડ કરી હતા. બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ પહેલો દરવાજો ખખડાવ્યો હતો જે કોઇએ ન ખોલતાં તોડફોડ કરી જતા રહ્યા હતા. તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગઈ છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે આરોપી પકડવાની તજવીજ હાથ ધરી છે.

શાહીબાગમાં રહેતા મનીષ જૈન મકાન-જમીન દલાલી કામ કરે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં મનીષ જૈનના પરિચિત પુનિત શાહ વ્યાજ પર હેમુ દેસાઈ સાથે પૈસા લીધા હતા. જે પૈસાની લેતીદેતી મામલે મનીષ જૈન સાથે રહી સમાધાન કરાવ્યું હતું. જે સમાધાન વાતને લઈ ગત્ત બપોરે હેમુ દેસાઈએ મનીષ જૈનને ફોન કરી કહ્યું કે તારા ઘર પાસે ઉભો છું પુનિત શાહમાં અવાર નવાર વચ્ચે કેમ પડે છે. મારે પૈસા લેવાના છે.એમ કહીને હેમુ દેસાઈએ મનીષ જૈન ફોન પર બીભત્સ ગાળો બોલી ધમકી આપી અને હેમુ દેસાઈ સહિત ચાર થી પાંચ લોકો લાકડી, દંડા, તલવાર જેવા હથિયારો વડે મનીષ જૈનના ઘરની બહાર તોડફોડ કરી. હતા. અસામાજિક તત્વો દ્વારા તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ હતી.

ફરિયાદી મનીષ જૈનનું કહેવું છે કે હેમુ દેસાઈ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી અને બાદમાં ઘરની બહાર તોડફોડ કરી. હતો. જોકે જાહેર રોડ પર આરોપીઓ આંતક મચાવતાં શાહીબાગ પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટિમ બનાવી શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ હેમુ દેસાઈ વ્યાજખોર છે અને ઉંચા વ્યાજે લોકોને પૈસા આપે છે.આરોપી હેમુ દેસાઈ વિરુદ્ધમાં અગાઉ વ્યાજખોર સહિત મારમારીના ગુના નોંધાઇ ચુક્યા છે. સાથે જ નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર હેમુ દેસાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ રાજવી મહેલો ટુરીસ્ટો માટે ખુલ્લા મુકાશે, વિશ્વના હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ગુજરાત ફેવરીટ ડેસ્ટીનેશન બનશે

આ પણ વાંચોઃ Surat: ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર દ્વારા બે અધિકારીઓને અલગ-અલગ તપાસ સોંપાઇ

Published On - 3:01 pm, Sun, 27 March 22

Next Article