અમદાવાદના ખાનપુરમાં રુસ્તમ કામા માર્ગ પર આવેલા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમલમાં મુકવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત જિલ્લાના ભોજન વિતરણ કેન્દ્રોને અન્ય જિલ્લામાં આવેલા કડિયાનાકા ખાતે સ્થળાંતર કરવાની જરુરિયાત છે, જેથી આ પ્રકારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભોજન વિતરણ કેન્દ્ર સ્થળાંતર કરી મુકવા માટે ટેન્ડર જાહેર કરાયુ છે.
જે જગ્યાએ બુથ ખસેડવાનું છે તે બુથની હાલની જગ્યાનું નામ અમદાવાદમાં નરોડામાં આવેલી ITI છે. જ્યાંથી બુથને સ્થળાંતર કરીને બુથ મુકવાની જગ્યાનું નામ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલુ માંડી બજાર છે. તો અન્ય એક વિતરણ કેન્દ્રને અમદાવાદમાં નરોડામાં આવેલી ITIથી સ્થળાંતર કરીને પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલા કેન્સર હોસ્પિટલ પાસે લઇ જવાનું છે.
આ પ્રકારની કામગીરી કરવા ઇચ્છુક અને રસ ધરાવતી સંસ્થાઓ/એજન્સીઓને ભાવની દરખાસ્તની પાત્રતા અને અન્ય શરતો અંગેની વિગતો www.bocwwb.gujarat.gov.in પરથી મળશે. આ કામ માટેના ભાવની દરખાસ્ત મુકવા માટેની તારીખ 14 એપ્રિલ 2023ના સાંજે 4 વાગ્યા સુધીની છે.