અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023-24માં વાર્ષિક જરુરિયાત મુજબ દૂધ પુરુ પાડવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતી પાર્ટી/એજન્સી પાસેથી ભાવો મગાવવા માટે ઇટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ઓનલાઇન ટેન્ડર તારીખ 6 માર્ચ 2023થી 27 માર્ચ 2023 સુધી ભરી શકાશે.
આ પણ વાંચો- Gujarati Video : જુનાગઢમાં મિશ્ર ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો, આરોગ્ય તંત્ર હરકતમાં
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ટેન્ડર માટેના ડોક્યુમેન્ટ 28 માર્ચ 2023થી 31 માર્ચ 2023ના રોજ સાંજે 6 કલાક સુધી ભરી શકાશે. સીલ બંધ કવરમાં ર.જી. પોસ્ટ એ.ડી. અથવા સ્પીડ પોસ્ટથી સિવિલ હોસ્પિટલની તબીબી અધિક્ષકની કચેરીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. તો આ ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ www.nprocure.com પરથી મેળવીને ફોર્મ ભરી શકાશે.