Tender Today : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી

Ahmedabad News :ટેન્ડર આઇડી નંબર 577907 માટે માર્ગ અને મકાન વિભાગ / સિંચાઇ વિભાગમાં ડી રજીસ્ટ્રેશન વર્ગમાં નોંધાયેલ ઇજારદારો પાસેથી ઇટેન્ડરિંગ પદ્ધતિથી ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી
| Edited By: | Updated on: Feb 24, 2023 | 10:44 AM

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમદાવાદના જલભવન બિલ્ડિંગના રિનોવેશનના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ જલભવન ઓફિસ બિલ્ડિંગના કામની અંદાજે કિંમત રુ. 93.65 લાખ છે. ટેન્ડર આઇડી નંબર 577907 માટે માર્ગ અને મકાન વિભાગ / સિંચાઇ વિભાગમાં ડી રજીસ્ટ્રેશન વર્ગમાં નોંધાયેલ ઇજારદારો પાસેથી ઇટેન્ડરિંગ પદ્ધતિથી ભાવો મગાવવામાં આવ્યા છે.

આ ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ http://gwssb.nprocure.com તથા www.gwssb.org તથા http://www.statetenders.gujarat.gov.in ઉપર મેળવી શકાશે. આ વેબસાઇટમાં આપવામાં આવેલા લાયકાતના ધોરણ પ્રમાણે ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ઓનલાઇન ટેન્ડર તારીખ 22 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે, તથા ઓનલાઇન સબમીશનની તારીખ 9 માર્ચ 2023 છે.

 

આ સિવાયની વધારે વિગતો અમદાવાદની જાહેર આરોગ્ય વર્તુળ વિભાગની અધિક્ષક ઇજનેરની કચેરીથી મેળવી શકાશે.

Published On - 9:57 am, Fri, 24 February 23