AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સોનાની દાણચોરીનું હબ બન્યું અમદાવાદ એરપોર્ટ, મહિલાએ બાળકના ડાયપરમાં છુપાવ્યું હતુ 5 કિલો સોનું

ડીઆરઆઈના અધિકારીઓએ સોમવારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું. જેમાં તપાસ દરમિયાન પેસ્ટ સ્વરૂપે લવાયેલું લગભગ 5088 ગ્રામ સોનું પકડાયું હતું.

Ahmedabad : સોનાની દાણચોરીનું હબ બન્યું અમદાવાદ એરપોર્ટ, મહિલાએ બાળકના ડાયપરમાં છુપાવ્યું હતુ 5 કિલો સોનું
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:28 AM
Share

માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી થતી પકડાઇ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી આવતી ફ્લાઈટમાં પેસેન્જર પાસેથી ડીઆરઆઇએ બાતમીના આધારે 2.61 કરોડની કિંમતનું 5 કિલોથી વધુ સોનું પકડાયું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ભણેલા અજય બંગા બન્યા વર્લ્ડ બેન્કના અધ્યક્ષ, જો બાઈડને કર્યા હતા નોમિનેટ

દુબઈથી આવેલી આ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં 3 પેસેન્જર દાણચોરીથી સોનું ઘૂસાડી રહ્યાં હોવાની બાતમી મળી હતી. ત્રણ પેસેન્જરમાંથી એક મહિલાએ સોનાની પેસ્ટ ડાયપરમાં સંતાડી ડાયપર બાળકને પહેરાવી દીધું હતું.

ડીઆરઆઈના અધિકારીઓએ સોમવારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું. જેમાં તપાસ દરમિયાન પેસ્ટ સ્વરૂપે લવાયેલું લગભગ 5088 ગ્રામ સોનું પકડાયું હતું. ડાયપર ઉપરાંત સોનું કમર પટ્ટામાં તેમજ પેન્ટના નીચેના ભાગમાં બનાવવામાં આવેલા ખિસ્સામાં સોનું છુપાવવામાં આવ્યું હતું.

આ કરામતવાળું જીન્સ પેન્ટ બાળકને પહેરાવી દેવાયું હતું. અત્યાર સુધીમા આ પ્રથમ ઘટના છે. જેમાં સોનાની દાણાચોરી માટે બાળકનો ઉપયોગ થયો છે.

પોલીસે દાણચોરીના કેસમાં બે મહિલા પેસેન્જર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક વર્ષમાં ડીઆરઆઈ અમદાવાદે સોનાની દાણચોરીની પર્દાફાશ કર્યો હતો. આ અગાઉ કેટલાક કિસ્સામાં સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફની સંડોવણી હોવાનું પણ પકડાયું હતું.

સોનાની દાણચોરીનું હબ બન્યું અમદાવાદ એરપોર્ટ

આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામના સોનાના 6 બિસ્કિટ મળી આવ્યા હતાં. જેની માર્કેટ કિંમત આશરે 39 લાખ રૂપિયાનું હતું. બાથરૂમનો ફ્લશ કામ ન કરતો હોવાની એક પેસેન્જરે સફાઈ કર્મચારીને ફરિયાદ કરી હતી. જે બાદ સફાઈ કર્મચારીએ ફ્લશની તપાસ કરતા કાળા કલરના એક પાર્સલમાં સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. જેની કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટમાંથી 800 ગ્રામ સોનું મળી આવ્યું. ગુરુવારે હાઉસકીપિંગના સુપરવાઈઝર હરવિંદર નારુકાને ટોઈલેટની ફ્લશ ટેન્કમાંથી પ્લાસ્ટિકની 2 થેલી મળી આવી હતી. જેની તપાસ કરતા તેમાંથી સોનાના 2 કડાં મળી આવ્યા. જેનું વજન 800 ગ્રામ થયું હતું.

ગોલ્ડ મળ્યાની જાણ કસ્ટમ વિભાગને કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો એરપોર્ટ ઓથોરિટીએ સુપરવાઈઝરની કામગીરીની પ્રશંસા કરીને સન્માનિત કર્યો.

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">