Tender Today : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શીલજના સિવિલ કામો માટેનું ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પર મેળવી શકાશે વધુ વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા જાહેર કરાયેલા આ ટેન્ડરના સબમીશનની તારીખ 9 માર્ચ 2023ના રોજ સાંજે 6 કલાકની રાખવામાં આવી છે.
AMC દ્વારા બહાર પાડવામાં આવ્યુ ટેન્ડર
Follow us on
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ઇજનેર ખાતા દ્વારા શોર્ટ ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે. અમદાવાદના થલતેજ વોર્ડના કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. શીલજ ગામમાં આવેલા સ્મશાન ગૃહને ડેવલપ કરવાના કામો સાથે જ અન્ય જરુરિયાત મુજબના સિવિલ કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આ ટેન્ડરના સબમીશનની તારીખ 9 માર્ચ 2023ના રોજ સાંજે 6 કલાકની રાખવામાં આવી છે. ટેન્ડર અને તેની વધુ વિગતો મેળવવા માટે www.amc.nprocure.com વેબસાઇટની મુલાકાત લેવી.