ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

|

Mar 19, 2022 | 6:18 PM

મૃતક અને આરોપીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી.. જેની અદાવતમાં 14 માર્ચના રોજ સમાધાન કરવાના બહાને આરોપી અને ચેતન તેમજ તેના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ચેતનને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી
પોલીસે આપઘાતના દુષપેરણાનો ગુનો નોંધીને બે સાઢું ભાઈની ધરપકડ કરી

Follow us on

અમદાવાદ (Ahmadabad) ના 16 વર્ષના કિશોર (Teenager) ચેતન ઉર્ફે ચિન્ટુ નગવાડિયાએ અશ્વિન જીતિયા અને અશોક પારઘીની ધમકી (threatening) થી કંટાળીને આપઘાત (suicide) કર્યો હોવાનું આક્ષેપને લઈને એલિસબ્રિજ પોલીસ (police) સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટમાં આવું છું તેવું કહીને નીકળ્યો હતો અને ઘરે પરત ફર્યો નહતો. પરિવારે અપહરણનો ગુનો નોંધાવ્યા હતો. આ દરમ્યાન ચેતનનો મૃતદેહ રિવરફન્ટ સાબરમતી નદીમાંથી મળ્યો હતો. જેથી પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી.

આપઘાત માટે દુષપ્રેરીત કરનાર બે સાઢું ભાઈઓની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો જે બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટ માં આવું છું તેવું કહીને નીકળ્યો ગયો હતો. આ દરમ્યાન ચેતનનો મૃતદેહ રિવરફન્ટ નદીમાંથી મળી આવતા પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ભુદરપુરામાં રહેતા અશ્વિન જીતિયા અને અશોક પારઘી બન્ને સાઢુ ભાઈઓ છે. મૃતક અને આરોપીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી.. જેની અદાવતમાં 14 માર્ચના રોજ સમાધાન કરવાના બહાને આરોપી અને ચેતન તેમજ તેના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ચેતનને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ચેતનના માતા પિતાએ માફી માંગી હોવા છતાં ધમકી આપી હતી. જેનાથી ચેતન ડરી ગયો હતો અને મનમાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું આક્ષેપ પરિવારે લગાવ્યો હતો..જેને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. એલિસબ્રિજ પોલીસે આપઘાત કેસમાં કિશોર નો પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મૃતક ચાર દિવસથી ગુમ હતો.. જેથી ફક્ત ઝઘડાની અદાવત હતી કે અન્ય કોઈ કારણ હતું. તે મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃ Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ

આ પણ વાંચોઃ Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ

Next Article