
અમદાવાદ: રાજ્યની સરકારી ટેક્નિકલ કોલેજોના અધ્યાપકોનું ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી સહિતના 6 મુદ્દાઓને લઈ આંદોલન ચાલી રહ્યું છે. પડતર માંગણીઓ મુદ્દે કોઈ હકારાત્મક પરિણામો ના મળતા ડિપ્લોમા-ડિગ્રીના અધ્યાપકોએ પરિવારજનો સાથે ધરણા યોજ્યા હતા. તેમની માંગ છે કે બધી જ કોલેજોના અધ્યાપકો એક સરખું કામ કરી રહ્યા છે તો ટેક્નિકલ કોલેજોના અધ્યાપકો સાથે ભેદભાવ કેમ રાખવામાં આવી રહ્યો છે.
લોકસભા ચૂંટણી પૂર્વે પોતાની વર્ષો જૂની માંગણીઓને લઈ ડિગ્રી-ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોના અધ્યાપકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. નવરાત્રીમાં માંગણીઓને લઈ ગરબા, ધરણા યોજ્યા બાદ હવે પરિવાર સાથે કાળા કપડાં પહેરી દેખાવો યોજવામાં આવ્યા. મંગળવારે અમદાવાદની એલડી એન્જીનીયરીંગ કોલેજમાં ટેક્નિકલ અધ્યાપકોએ કાળા કપડાં પહેરી દેખાવો કર્યા. પરિવાર સાથે ધરણા અંગે અધ્યાપકોએ જણાવ્યું કે માત્ર તેઓ જ પરેશાન નથી પરંતુ તેમના પરિવારજનો પણ અન્યાયથી પરેશાન હોવાના કારણે ધરણામાં જોડાયા છે.
આંદોલન કરી રહેલ ડિગ્રી-ડિપ્લોમા અધ્યાપકોની મુખ્ય 6 માંગો
લન માત્ર લાભ લઇ લેવા માટે નહીં પરંતુ અન્ય વિદ્યાશાખાના પ્રોફેસરને લાભ મળે છે તો ટેક્નિકલ અધ્યાપકોને કેમ નહીં એ વિચાર સાથે ચાલી રહ્યું છે. સરકારી એન્જીનીયરીંગ કોલેજ અધ્યાપક મંડળના પ્રમુખ ડી એસ પટેલે જણાવ્યું કે આંદોલન માત્ર 10-15 હજાર રૂપિયાના વધારા માટે નહીં પરંતુ હક, ન્યાય, સમાનતા માટેનું આંદોલન છે. સ્ટાર્ટ અપ તૈયાર કરવા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરનાર, એન્જીનીયરીંગ કોલેજોના વિદ્યાર્થીઓને ઊંચા પેકેજની ઇન્ટરનેશનલ ઓફર મળે એ માટે એમને તૈયાર કરનાર અમે છીએ. હીરા તૈયાર કરવાનું કામ અમે કરીએ છીએ અને એ અધ્યાપકની હાલત આવી દયનિય ના હોઈ શકે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:10 pm, Tue, 31 October 23