Gujarat Highcourt News: 4 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટને મળશે કાયમી મુખ્ય ન્યાયાધીશ, સુનિતા અગ્રવાલ બનશે હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ

|

Jul 06, 2023 | 12:19 PM

ગુજરાત હાઇકોર્ટના ખાલી પડેલી મુખ્ય ન્યાયમૂર્તિની જગ્યા માટે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું નામની ભલામણ મોકલવામાં આવી છે. તેની સાથે સાથે જ હાલના ગુજરાતના એક્ટિંગ ચીફ જસ્ટીસ એ જે દેસાઈના નામની ભલામણ કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પણ મોકલવામાં આવી છે.

Gujarat Highcourt News: 4 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટને મળશે કાયમી મુખ્ય ન્યાયાધીશ, સુનિતા અગ્રવાલ બનશે હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ

Follow us on

Ahmedabad : અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલનું (Sunita Aggarwal) નામ સુપ્રીમ કોર્ટની (Supreme Court) કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે મોકલવામાં આવ્યું.

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નવ દિવસના કાર્યકાળ બાદ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ફેબ્રુઆરી માસના અંતમાં વયનિવૃત થતા જગ્યા ખાલી પડી હતી, ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના મોસ્ટ સિનિયર ન્યાયમૂર્તિ એજે દેસાઈ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા.

આ પણ વાંચો- Gujarat Monsoon News : મહિસાગરના લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

એ જે દેસાઈના નામની ભલામણ કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે

ચાર મહિના જેટલા સમય એક્ટિંગ ચીફ જસ્ટિસ થયા બાદ હવે સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા કેન્દ્ર સરકારને કેટલીક ભલામણો કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ખાલી પડેલી મુખ્ય ન્યાયમૂર્તિની જગ્યા માટે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું નામની ભલામણ મોકલવામાં આવી છે. તેની સાથે સાથે જ હાલના ગુજરાતના એક્ટિંગ ચીફ જસ્ટીસ એ જે દેસાઈના નામની ભલામણ કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પણ મોકલવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળશે

કોલેજીયમે મોકલેલી ભલામણો ઉપર કેન્દ્ર સરકારનું કાયદા વિભાગ નિર્ણય લેશે. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળશે કે જેઓ દેશની તમામ હાઇકોર્ટના એક માત્ર મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ હશે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ હાલ અલાહાબાદ હાઇકોર્ટમાં મોસ્ટ સિનિયર ન્યાયાધીશ છે.

આ પણ વાંચો-Gujarat Rain : ખેડાના માતર પંથકમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ, જૂઓ Videoમાં વરસાદની તોફાની બેટિંગ

પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણી મળ્યા હતા

આ ઉપરાંત તેમને ન્યાયાધીશ તરીકેનો 11 વર્ષનો બહોળો અનુભવ પણ છે. સુનીતા અગ્રવાલનો કાર્યકાળ વર્ષ 2028માં સમાપ્ત થશે કે જ્યારે તેઓ વયનિવૃત્ત થશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટને પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણી મળ્યા હતા કે જેઓ ટૂંકા સમય માટે પણ કાયમી મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા હવે સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article