મુસાફરીને લઈ રેલવે વિભાગ મોટા પ્રમાણમાં આવક મેળવી રહ્યું છે. ત્યારે યાત્રીઓનિ સુવિધા માટે વધુ એક સોપાન રેલ વિભાગે ઉમેર્યું છે જેમાં પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે તારીખ 15 એપ્રિલ થી 30 જૂન સુધી દરરોજ વિશેષ ભાડા પર “સમર સ્પેશ્યલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ગાંધીગ્રામ થી 09.25 વાગ્યે રવાના થશે અને અને તે જ દિવસે 13.15 કલાકે બોટાદ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી 14.05 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 18.05 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મટોડા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરણેજ, લોથલ ભૂરકી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જલિલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09213 બોટાદ – ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી સવારે 04.00 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 06.45 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. 09214 ધ્રાંગધ્રા – બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ધ્રાંગધ્રાથી 06.55 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 09.25 વાગ્યે બોટાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચૂડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર રોકાશે.
આ પણ વાંચો : તમિલ સંગમને લઈ મદુરાઇથી વેરાવળ સહિતના રૂટ ઉપર ખાસ ટ્રેન શરૂ થશે
આ સાથે ભારતીય રેલ ઉનાળામાં સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા જય રહી છે. જેમાં આ રજાઓમાં મહારાષ્ટ્રના મુંબઈ-પુણે જેવા શહેરોમાંથી તેમના વતન ગામ જતાં હોય છે . તેમાંથી સૌથી વધુ લોકો ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાય છે. આવી સ્થિતિમાં ટ્રેનોમાં રિઝર્વેશન મેળવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી જ ભારતીય રેલવે દ્વારા દર વર્ષે નિયમિત ટ્રેનો સિવાય કેટલીક વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. બોલચાલની ભાષામાં આને સમર સ્પેશિયલ ટ્રેનો કહેવામાં આવે છે. આ વખતે પણ 12 એપ્રિલ (બુધવાર) થી ઘણી વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:07 am, Sat, 15 April 23