Rathyatra 2022: અખાડાના કરતબબાજો કરી રહ્યા છે પૂરજોશમાં તૈયારી, પોલીસ વિભાગે વધાર્યો ઉત્સાહ, જુઓ કરતબોનો Video

|

Jun 27, 2022 | 5:05 PM

રાજ્યભરમાં યોજાનારી રથયાત્રાને (Rathyatra) લઇ પોલીસ સક્રિય બની છે. રથયાત્રાની સુરક્ષા (Security) માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. ત્યારે રથયાત્રા પૂર્વે રાજ્ય DGP આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Rathyatra 2022: અખાડાના કરતબબાજો કરી રહ્યા છે પૂરજોશમાં તૈયારી, પોલીસ વિભાગે વધાર્યો ઉત્સાહ, જુઓ કરતબોનો Video
કરતબબાજો રથયાત્રા પૂર્વે કરી રહ્યા છે પ્રેક્ટિસ

Follow us on

ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી બીજી મોટી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળે છે. અમદાવાદમાં આ વર્ષે 145મી રથયાત્રા નીકળવાની છે. 1 જુલાઇએ ભગવાન જગન્નાથ (Lord Jagannath) અમદાવાદના માર્ગો પર નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને (Rathyatra) લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓમાં (Ahmedabad) અષાઢી બીજની રાહ જોવાઈ રહી છે. રથયાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અખાડાના કરતબબાજોનું હોય છે. બે વર્ષ બાદ ભક્તજનો સાથે રથયાત્રા નીકળવાની છે. ત્યારે અખાડાના કરતબ જોવા સૌ રાહ જોઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ કરતબબાજો પણ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલમાં પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા કરતબબાજો નીહાળ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

અખાડાના કરતબબાજોનું આકર્ષણ રહેશે

અમદાવાદીઓમાં અષાઢી બીજની રાહ જોવાઈ રહી છે. કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ ભક્તોની ઉપસ્થિતિમાં નગર ચર્યાએ નીકળવાના છે. ગુજરાતની સૌથી મોટી અમદાવાદની રથયાત્રામાં 10 લાખ લોકો ભાગ લેવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ રથયાત્રામાં અખાડાના કરતબબાજોનું ખૂબ જ આકર્ષણ હોય છે. હાલ રથયાત્રા પહેલા અખાડાના કરતબબાજોમાં ભારે ઉત્સાહ છે.

3 હજાર કરતબબાજો કરશે કરતબો

પોલીસ વિભાગના અધિકારીઓ કરતબબાજોનો ઉત્સાહ વધારી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અખાડાના કરતબબાજોને પ્રેક્ટિસ કરતા નીહાળવામાં આવ્યા. એટલું જ નહીં રથયાત્રા દરમિયાન તેમને પડતી મુશ્કેલીઓ અને અગવડો બાબતે પણ ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી. આ વર્ષે 145મી રથયાત્રામાં ૩૦ જેટલા અખાડાના 3 હજાર કરતબકારો અલગ અલગ પ્રકારના કરતબ કરીને લોકોને મનોરંજન પૂરું પાડશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજ્યભરમાં યોજાનારી રથયાત્રાને લઇ પોલીસ સક્રિય બની છે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. ત્યારે રથયાત્રા પૂર્વે રાજ્ય DGP આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત તમામ અધિકારી હાજર રહ્યાં હતા. બેઠકમાં રથયાત્રામાં સુરક્ષાને લઇને ચર્ચા કરી હતી.

Published On - 4:57 pm, Mon, 27 June 22

Next Article