ડોલર કમાવવા કોઈપણ ભોગે વિદેશ જવાની ઘેલછામાં લોકો ગેરકાયદે રીતે પણ વિદેશ જવા તૈયાર થઈ હતા હોય છે. આવા વિઝા કન્સલ્ટન્ટ અને એજન્ટો સીઆઈડી ક્રાઈમની ઝપેટમાં આવ્યા છે. જે CID ક્રાઈમને વિઝા કૌભાંડને લઈ છેતરપિંડી અંગેની મળેલી કેટલીક ફરિયાદોના આધારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા શહેરમાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીને ત્યાં રેડ કરવામાં આવી છે. જેમાં મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ મળી આવ્યા છે.
અમદાવાદ ,ગાંધીનગર અને બરોડામાં 17 વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં CID ક્રાઇમ સંયુકત રેડ કરી. જે 17 જેટલી જગ્યા પર CID ક્રાઈમના અધિકારી દ્વારા છેલ્લા 1 મહિનાથી વોચ ગોઠવી હતી. એટલું જ નહીં નકલી ગ્રાહક મોકલી અને CID ક્રાઇમ દ્વારા કેટલીક આવી એજન્સીઓની ઓળખ કરવામાં આવી હતી અને બાદમાં શુક્રવારે તમામ 17 સ્થળોએ એક સાથે ગુપ્ત રેડ કરવામાં આવી હતી.
જેમાં તપાસ કરનાર અધિકારીઓને પણ કઈ રેડમાં કઈ જગ્યાએ જવાનું છે તેની જાણકારી આપવામાં આવી ન હતી. પરંતુ એક કવરમાં એડ્રેસ અને વીડિયો કોલથી કામગીરી જણાવી હતી. જે બાદ ગુજરાતના 3 મહાનગરોમાં 17 સ્થળોએ દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજ, ઇલેક્ટ્રિક ગેઝેટ, રોકડ રકમ અને દારૂ પણ મળી આવ્યો છે.
ગાંધીનગર અને અમદાવાદમાં 8-8 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આંબાવાડી, મણિનગર, નારણપુરા, નવરંગપુરા અને સોલા વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં ઇન્ફોસિટી, કુડાસણ અને ચિલોડામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત વડોદરામાં ગેંડા સર્કલ પાસે CID ક્રાઇમે રેડ કરી હતી. આ રેડ દરમિયાન સીઆઈડી ક્રાઈમની ટીમને 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટ કોપી, 79 માર્કશીટ હાથ લાગી છે. ઉપરાંત રૂ. 5.56 લાખની રોકડ CID ક્રાઇમ દ્વારા જપ્ત કરાઈ FSLએ તમામ ડોક્યુમેન્ટની ચકાસણી શરુ કરી છે.
બે સ્થળોથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં સી.જી રોડ પર આવેલ હાઇટેક એજ્યુકેશન કન્સલ્ટન્સી ઓફિસમાં 7 દારૂની બોટલ અને 35 બિયર મળી આવી અને ગાંધીનગર હોપ રેઝ વિઝા કન્સલ્ટન્સીમાંથી બે દારૂની બોટલ મળી આવી. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનાં આધારે વિઝા અને વર્ક પરમીટ આપતી એજન્સી પાસે મળી આવેલા ડોક્યુમેન્ટ કબજે કરી તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જે તપાસ દરમિયાન વિઝા કૌભાંડને લઈ અન્ય લોકોના નામ ખુલી શકે તેવી શક્યતા છે. પરંતુ હાલ તો 17 જગ્યાએથી મળી આવેલ ડોક્યુમેન્ટમાં સૌથી વધુ પાસપોર્ટ અને અન્ય રાજ્યોની માર્કશીટો મળી આવી છે. જેમાં ખોટા ડોક્યુમેન્ટ મળશે તો ગુનો નોંધવામાં આવશે. ત્યારે આવનાર દિવસમાં CID ક્રાઇમ ટીમ અન્ય શહેરોમાં પણ રેડ કરી કાર્યવાહી કરશે.
આ પણ વાંચો : અમદાવાદ: વર્ષ 2018ના લૂંટ વિથ મર્ડર કેસનો આરોપી યુપીથી ઝડપાયો, છેલ્લા 5 વર્ષથી નામ બદલીને પંજાબમાં રહેતો હતો
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો