ગુજરાત સરકારનો સાયન્સ ટેકનોલોજી વિભાગ અને ગુગલ સાથે મળીને 10 હજાર લોકોને આપશે તાલીમ, આગામી ત્રણ સપ્તાહમાં થશે ટ્રેનિંગ પ્રોગ્રામ

|

Feb 28, 2023 | 5:51 PM

Ahmedabad News: મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના આગવા વિઝન અને વિશ્વકક્ષાની સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ આ સાયન્સ સિટી દ્વારા આપણે જોઈ શકીએ છીએ.

ગુજરાત સરકારનો સાયન્સ ટેકનોલોજી વિભાગ અને ગુગલ સાથે મળીને 10 હજાર લોકોને આપશે તાલીમ, આગામી ત્રણ સપ્તાહમાં થશે ટ્રેનિંગ પ્રોગ્રામ

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણી આવનારી પેઢીને આગામી સમય માટેની ટેક્નોલોજીથી સુસજ્જ કરવા ગુગલ જેવી ખ્યાતનામ કંપનીઓ સાથે મળીને પ્રયાસરત રહેવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે આવનારા 3 અઠવાડિયામાં રાજ્ય સરકારનો સાયન્સ ટેક્નોલોજી વિભાગ અને ગુગલ સાથે મળીને 10 હજાર જેટલા લોકોને સાયન્સ સિટીમાં તાલીમ આપશે. નેશનલ સાયન્સ-ડે અવસરે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-2023નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આ જાહેરાત કરી હતી.

સાયન્સ સિટી દ્વારા જોવા મળે છે PMની દીર્ઘ દ્રષ્ટિ

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વિકાસના આગવા વિઝન અને વિશ્વકક્ષાની સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ આ સાયન્સ સિટી દ્વારા આપણે જોઈ શકીએ છીએ. બાળકોને નાનપણથી જ વિજ્ઞાન ટેક્નોલોજીમાં અભિરૂચિ કેળવવા તેમણે શરૂ કરાવેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સાયન્સ સિટી બની ગઇ છે તેનો ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે સાયન્સ-ટેક્નોલોજીમાં બાળકો, યુવાઓ રસ કેળવી શકે તે માટે વડાપ્રધાને નવી શિક્ષણનીતિમાં આધુનિક અને સમયાનુકુલ શિક્ષણને વેગ આપ્યો છે. એટલું જ નહિ, આ આખોય દશક તેમણે ટેક્નોલોજીનો દશક ટેકેડ બનાવ્યો છે. ગુજરાતની વર્તમાન સરકાર પણ આ જ પરંપરાને અનુસરીને જિલ્લામથકોએ સાયન્સ સેન્ટર્સ સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આવનારા દિવસોમાં નોલેજ બેઇઝ્ડ સોસાયટી ઊભી કરાશે-CM

વધુમાં તેમણે જણાવ્યું કે, ગામડાના અને છેવાડાના બાળકોને પણ નજીકના સ્થળે સાયન્સ સિટી જેવી વિજ્ઞાન નગરીની સુવિધા આપી આવનારા દિવસોમાં નોલેજ બેઇઝ્ડ સોસાયટી ઊભી કરવી છે. રાજ્ય સરકારે વિજ્ઞાન-ટેક્નોલોજી માટે આ વર્ષના બજેટમાં 2193 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે. તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે હવેનો જમાનો સાયન્સ-ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો છે.

મુખ્યમંત્રીએ સાયન્સ કાર્નિવલ-2023 આકાશ દર્શનથી લઈને વિવિધ વર્કશોપ્સના માધ્યમથી બાળ વિદ્યાર્થીઓમાં સ્પિરીટ ઓફ ઇન્કવાયરીને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું કે, જેમના સંશોધનને ઉજવવા આપણે એકઠા થયા છીએ તેવા સી.વી. રમને જ્યારે રમન થિયરીની શોધ કરી હતી, તે વખતે ભારત ગુલામી હેઠળ હતું. વર્તમાન સમય જેવી સુવિધાઓના અભાવમાં પણ વિજ્ઞાન પ્રત્યેના સી. વી. રમનના લગાવને કારણે તેઓ શ્રેષ્ઠ યોગદાન આપી શક્યા.

સાયન્સ કાર્નિવલના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ગુજકોસ્ટના એડવાઇઝર નરોત્તમ સાહુ, વિવિધ શાળાઓના બાળકો-શિક્ષકો આમંત્રિતો અને વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ માટે આયોજિત સાયન્સ કાર્નિવલ 2023માં એક્ઝિબીટર, પાર્ટીસિપન્ટ અને વોલેન્ટીયર એમ 3 કેટેગરીમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સાયન્સ કાર્નિવલ દરમિયાન અહીં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના લોકો તથા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવનાર છે.

Next Article