Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી 2022ને લઈને નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા

|

Nov 28, 2022 | 9:52 AM

સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ઉપર એન્ટ્રી ગેટ ખાતે સ્કેનર મશીન જોવા મળતા હોય છે. જે મશીન દ્વારા મુસાફરો એરપોર્ટની અંદર કે હવાઈ જહાજમાં શંકાસ્પદ વસ્તુ લઈ જતા અટકાવી શકાય. જો કે આ વિધાનસભા ચૂંટણી દરમિયાન એરપોર્ટ ખાતે એન્ટ્રી ગેટની સાથે એક્ઝિટ એટલે કે અરાઇવલ ગેટ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી 2022ને લઈને નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા
નાણાકીય હેરફેર અટકાવવા એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા 2022 ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે મતદાનને લઈને તેમજ મત ગણતરી ને લઈને વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો સાથે જ ચૂંટણી દરમિયાન નાણાકીય હેરફેર માટે પણ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ઉપર વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટ્રી ગેટ ખાતે સ્કેનર મશીન જોવા મળતા હોય છે. જે મશીન દ્વારા મુસાફરો એરપોર્ટની અંદર કે હવાઈ જહાજમાં શંકાસ્પદ વસ્તુ લઈ જતા અટકાવી શકાય. જો કે આ વિધાનસભા ચૂંટણી દરમિયાન એરપોર્ટ ખાતે એન્ટ્રી ગેટની સાથે એક્ઝિટ એટલે કે અરાઇવલ ગેટ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કારણ કે ચૂંટણી દરમિયાન ઉમેદવારો લાખો રૂપિયા પ્રચાર પ્રસારમાં ખર્ચ કરતા હોય છે. જેના કારણે નાણાકીય હેરફેરમાં વધારો થતો હોય છે. તેના કારણે આવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે આ જ ઘટનાઓને રોકવા અને નાણાકીય હેરફેરને રોકવા માટે અમદાવાદ એરપોર્ટના અરાઇવલ ગેટ પર પણ વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાને રાખીને સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ મુસાફર વધારે સંખ્યામાં નાણાં લઈને આવે તો તેના પર ત્યાંથી જ કાર્યવાહી કરીને અટકાવી શકાય.

એટલું જ નહીં પરંતુ અમદાવાદ એરપોર્ટ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો તેમજ ચૂંટણી પંચની ટીમો પણ કાર્યરત છે. જે ટીમો નાણાકીય હેરફેર તેમજ અન્ય ચૂંટણી લક્ષી પ્રક્રિયા પર સતત ધ્યાન આપી રહી છે. સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપવા તેમજ નાણાકીય હેરફેર ની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એરપોર્ટ ખાતે સીઆઇએસએફના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે સંખ્યા પહેલા 700 આસપાસ હતી, તે વધારીને 1 હજાર કરવામાં આવી. સાથે જ સીઆઇએસએફના જવાનોની પણ રજા ચૂંટણી સંદર્ભે ધ્યાને રાખીને રદ કરવામાં આવી છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ઉલ્લેખનીય છે કે, 2017માં ચૂંટણી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નાણાકીય હેરફેરના અંદાજે પાંચ જેટલા કેસો થયા હતા. જે ઘટના આ વિધાનસભા ચૂંટણી દરમિયાન ન બને તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ જો કોઈ વ્યક્તિ 10 લાખથી વધારેની નાણાકીય હેરફેર કરશે, તો તેની ઇન્કમટેક્સ વિભાગને જાણ કરીને ચૂંટણી પંચ કાર્યવાહી કરશે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને આવી નાણાકીય હેરફેર કરનાર લોકો પર અંકુશ લાવી શકાય.

Next Article