Ahmedabad : સિંધુભવન રોડ પર સ્પામાં એક યુવતીને ક્રુરતાથી મારવાનો કેસમાં બોડકદેવ પોલીસે આરોપી મોહસીન હુસેન રંગરેજની ગુરુદ્વારા પાસેથી ધરપકડ કરી છે. યુવતીએ બોડકદેવ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ આરોપી મોહસીન નાસી ગયો હતો. જે બાદ આરોપી અમદાવાદ, અસલાલી,આંણદના ભાલેજ સહિતના અલગ અલગ વિસ્તારમાં પોતાની ગાડીમાં નાસ્તો ફરતો હતો. જોકે ક્રુરતાથી યુવતીને માર મારનાર આરોપી મોહસીનના મોઢા પર કોઈ અફસોસ જોવા નથી મળ્યો.
આ પણ વાંચો : Ahmedabad: વિકૃતિની હદ… 50 વર્ષના આધેડે 72 વર્ષના વૃદ્ધા પર આચર્યુ દુષ્કર્મ, સોનાના દાગીનાની લૂંટ કરી થયો ફરાર
ત્યારે આરોપી મોહસીન હુસેન રંગરેજની પૂછપરછ કરતા સામે આવ્યું કે ફરિયાદ નોંધ્યા બાદ પીડિત યુવતી આરોપી મોહસીને ફોનથી સંપર્ક કરી મળવા માંગતી હતી. જે સાંજના સમયે ગુરુદ્વારા પાસે આરોપી મોહસીન યુવતી ને મળવા આવતા જ બોડકદેવ પોલીસે તેને પકડી લીધો. સીસીટીવીમાં ક્રૂરતાથી મારખાનાર યુવતી ફરિયાદ બાદ પણ આરોપી મોહસીના કોન્ટેક્ટમાં હતી અને આ કેસને લઈ મળવા માંગી રહી હતી. નોંધનીય છે કે નાગલેન્ડની પીડિત યુવતી ફરિયાદ કરવા ઇચ્છતી ન હતી પરંતુ પોલીસે આ બનાવની ગંભીરતાને લઈ યુવતીનું કાઉન્સિલિંગ કરી ફરિયાદ કરાવી હતી.
25 સપ્ટેમ્બરના રોજ બનેલા બનાવની વાત કરવામા આવે તો સિંધુભવન રોડ પર ટાઈમ સ્કેવર બિલ્ડીંગમાં ધ ગેલેક્સી સ્પામાં જ આરોપી મોહસીન હુસેનએ પોતાના લગ્નની પાર્ટી આપી હતી. જેથી સ્પા સેન્ટરમાં યુવતી અને સ્પામાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત સુધી રોકાયા હતા. તે વખતે આરોપી મોહસીન હુસેનને પીડિત યુવતીને કહેવા લાગેલ કે તું આપણા એસ મીરા સલૂનમાં કામ કરતી એમી નામની યુવતી સાથે કેમ ઝઘડો કરે છે.
ત્યારે યુવતીએ મોહસીનને એમી સાથે શું સંબધ છે તેવું પૂછતાં મોહસીન ઉશ્કેરાઈ ગયો અને યુવતીને લાફા ઝીકીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. અને એટલી હદે માર માર્યો કે યુવતીના કપડાં ફાટી ગયા અને લોહીલુહાણ કરી દીધી હતી. ત્યાર બાદ યુવતીએ 100 નંબર કન્ટ્રોલમાં ફોન કરીને વાત કરી હતી પણ પોલીસ આવી ન હતી. જે બાદ યુવતી અને આરોપી મોહસીન સમાધાન થઈ ગયું. પરંતુ સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ.
આરોપી મોહસીન હુસેન દાણીલીમડાનો રહેવાસી છે. અને છેલ્લા એક વર્ષ થી સ્પા અને સ્લુનમાં નાગલેન્ડની યુવતી સાથે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કર્યો હતો. પરતું સામાન્ય બાબતમાં આરોપી મોહસીનએ યુવતીને ક્રૂરતાથી મારમાર્યો હતો. હાલ આરોપી મોહસીનને બોડકદેવ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે કે અન્ય કોઈ કારણસર તો યુવતીને માર મારવામાં આવ્યો નથી