Ahmedabad : ગ્રાહકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને સિમ કાર્ડ વેચતા રેકેટનો SOGએ કર્યો પર્દાફાશ, ત્રણ દુકાન સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી

|

Apr 15, 2023 | 8:42 AM

મોબાઈલના સીમકાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરવાના કેસમાં3 વિસ્તારમાં વિસ્તારમાંથી સીમકાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ

મોબાઈલ સિમકાર્ડ ખરીદતા ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સિમ કાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. Sog પોલીસે અલગ અલગ છેતરપિંડીની 3 ફરિયાદ નોંધી છે. એજન્ટ દ્વારા દુકાનના કર્મચારીના જ ફોટાનો ઉપયોગ કરીને બીજા ગ્રાહકનું સીમકાર્ડ એક્ટિવેટ કરીને આર્થિક ફાયદો મેળવવા ઠગાઈ કરતા હતા.

સીમકાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદમાં નવા પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. જેમાં મોબાઈલના સીમકાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરવાના કેસમાં બોડકદેવ, મણિનગર અને આસ્ટોડીયા વિસ્તારમાંથી સીમકાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસને સીમકાર્ડ અંગેના મળ્યા હતા ઈનપુટ

ATS અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા અમદાવાદ પોલીસને સીમકાર્ડ અંગેના ઈનપુટ મળ્યા હતાં. જેની એસઓજી પોલીસ દ્વારા તપાસ કરતાં સીમકાર્ડ વેચનારે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકોની અલગ અલગ વિગતો ભરીને તેમાં ગ્રાહકનો લાઈવ ફોટો અપલોડ કરવાને બદલે એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને ઘણા બધા સીમકાર્ડ એક્ટિવ કરી દીધા હોવાનું ખૂલતા ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જોકે સમગ્ર ઘટના બે વર્ષ અગાઉ બની ચૂકી છે.

આ પણ વાંચો : જંત્રીના ભાવમાં સરકારે આપી આંશિક રાહત, વાંચો રહેણાંક અને વ્યવસાયિક જંત્રીના શું રહેશે ભાવ

અલગ અલગ વ્યક્તિએ 258 સીમ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું

SoGએ તપાસ કરતા આ પ્રકારે સીમકાર્ડ એક્ટિવેટ કરનાર મણીનગર સ્થિત માહી એન્ટરપ્રાઈઝના સંચાલક જયમીન પરમાર દ્વારા એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને અલગ અલગ વ્યક્તિના નામે 36 સીમકાર્ડ એક્ટિવ કર્યા હતાં. જ્યારે આસ્ટોડિયામાં એક ટેલિકોમ કંપનીના સ્ટોરનું સંચાલન કરનાર અમન બિયાવરવાલા એ 136 સીમકાર્ડ અને બોડકદેવમાં ફૈઝન નામના એજન્ટએ 86 સીમકાર્ડ એક્ટિવ કરાવ્યા હોવાનું તપસમાં ખુલતા SOG એ  3 ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:41 am, Sat, 15 April 23

Next Video