Ahmedabad: ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, પારમેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી

શ્રાવણ મહિનાના પગલે અમદાવાદમાં (Ahmedabad) પારમેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ મંદિરોમાં શિવલિંગને વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. બીજા અન્ય શિવમંદિરોને પણ શણગારવામાં આવ્યા છે.

Ahmedabad: હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, પારમેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી
અમદાવાદના શિવાલયોમાં ભક્તોની ભીડ
| Edited By: | Updated on: Jul 29, 2022 | 12:40 PM

આજથી પાવન શ્રાવણનો પ્રારંભ થયો છે. ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવાલયોમાં ભક્તોની ભાર ભીડ જોવા મળી રહી છે. અમદાવાદમાં (Ahmedabad) કેટલાક શિવાલયોમાં તો ભક્તોની લાંબી લાઇન જોવા મળી રહી છે. આજના દિવસે સ્નાન-દાનનું પણ ખુબજ મહત્વ માનવામાં આવે છે. ત્યારે સવારથી જ અમદાવાદના વિવિધ મંદિરોમાં શિવલિંગ પર (Shiv Temple) અભિષેક કરવા ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

પારમેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદના પારમેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતા. ભક્તોએ દેવાધિદેવ મહાદેવને જળ, બિલ્વપત્ર અર્પણ કર્યા અને પોતાના અને પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. તો બીજી તરફ ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શિવભક્તોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી.

Published On - 12:39 pm, Fri, 29 July 22