ગુજરાતના વડોદરા (Vadodara)રેલવે સ્ટેશન પર બનેલી દુર્ઘટના અને અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan)સામે નોંધાયેલી ફરિયાદ મુદ્દે હાઈકોર્ટમાં (Highcourt)સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં શાહરુખ ખાનના વકીલે કહ્યું કે કિંગ ખાન માફી માંગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર છે. જો કે અદાલતે સમાધાન અંગેની શક્યતાઓ અંગે ફરિયાદી તેમજ સરકારનો ખુલાસો માગ્યો છે. આ કેસમાં હાઇકોર્ટે પ્રાથમિક અવલોકન કર્યું છે કે શાહરુખ ખાને ઉત્સાહમાં આવી પ્રમોશનની વસ્તુઓ ભીડમાં ફેંકી હતી. જેના લીધે શાહરુખ ખાને ફેંકેલી વસ્તુઓ લેવા લોકો જીવના જોખમે દોડ્યા હતા. તેમજ અદાલતે શાહરુખ ખાનના કૃત્યને અતિ ઉત્સાહી અને બેદરકારીભર્યુ ગણાવ્યું હતું. આ અંગે શાહરુખ ખાનના વકીલે કિંગ ખાન માફી માંગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર હોવાનું અદાલતમાં જણાવ્યું હતું. જ્યારે આ કેસની વધુ સુનવણી 4 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
વડોદરા રેલવે સ્ટેશન પર 23 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે શાહરુખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. જેમાં કોચ નંબર A-4માં કે જ્યાં તેનું બુકીંગ ન હતું ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા બાદ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.આ કેસમાં રેલવે એસ.પી એ તપાસના આદેશ આપ્યા હતા જેમાં આયોજકોએ પરવાનગી લીધી ન હતી તેમજ આયોજકોએ રેલવે પોલીસને જાણ પણ કરી ન હતી. આ સમગ્ર મામલે અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદને રદ કરવા માટે અભિનેતાશાહરૂખ ખાને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે
આ પણ વાંચો : Ahmedabad: મંગેતર અને તેના પરિવારજનો પૈસા આપવા દબાણ કરતાં હોવાથી નરોડાના યુવકે આપઘાત કર્યો
આ પણ વાંચો : રાજકોટ : જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ, FSL ટીમની મહેન્દ્ર પટેલની ઓફિસમાં તપાસ
Published On - 10:23 pm, Wed, 2 March 22