અમદાવાદની અનેક સોસાયટીના વિકાસ કામો ગ્રાન્ટના અભાવે અટવાયા

|

Nov 24, 2021 | 12:29 PM

અમદાવાદમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા એક વર્ષથી ગ્રાન્ટ ના અભાવે અનેક સોસાયટીઓના કામો અટવાયા છે. 2 હજારથી વધુ સોસાયટીઓના વિકાસ કામો અટકી ગયા છે.

અમદાવાદની(Ahmedabad)હજારો સોસાયટીઓના વિકાસના કામો(Development Works)અટવાયા છે. રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાનગરપાલિકાને (Corporation) ગ્રાન્ટ ના ફાળવતા 80:20 યોજના હેઠળ અનેક સોસાયટીઓના વિકાસ કામો અટકી ગયા છે. ગ્રાન્ટના અભાવે સોસાયટીઓના વિકાસ કામોની હજારો અરજીઓ પેન્ડિંગ છે.

રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સોસાયટીઓમાં રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટના કામો કરવામાં આવે છે. આ યોજના હેઠળ સોસાયટીના કામ માટે 80 ટકા ખર્ચ આપવામાં આવે છે. જ્યારે 20 ટકા ખર્ચ સોસાયટી અથવા ધારાસભ્યના બજેટમાંથી આપવામાં આવે છે.

પરંતુ છેલ્લા એક વર્ષથી ગ્રાન્ટ ના અભાવે અનેક સોસાયટીઓના કામો અટવાયા છે. 2 હજારથી વધુ સોસાયટીઓના વિકાસ કામો અટકી ગયા છે. નવરંગપુરાની રિવરવ્યુ સોસાયટી દ્વારા દોઢ વર્ષ પહેલાં સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા અરજી કરી હતી. અરજી મંજુર થઈ ગઈ છે અને ચાર મહિના પહેલા ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી કામ શરૂ થયું નથી.

આ યોજના હેઠળ હવે સરકારે કાઉન્સિલરોનું બજેટ વાપરવા પણ મંજૂરી આપી છે. પરંતુ આ નિર્ણયના ત્રણ મહિના બાદ પણ કાઉન્સિલરો બજેટ ફાળવી શકે તે માટે એએમસીએ કોઈ વ્યવસ્થા જ ઉભી કરી નથી. કાઉન્સિલરનું બજેટ કેવી રીતે ફાળવવું તેની સિસ્ટમ કે ફોર્મેટ નક્કી નથી કર્યું. જેના કારણે 2 હજાર ફાઈલો પેન્ડિંગ છે.

આ અંગે કોંગ્રેસના કાઉન્સિલરે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે આ સ્થિતિ ઉભી થઇ છે અને શહેરનો વિકાસ અટકી ગયો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે આ યોજના હેઠળના કામો ઝોનમાં આવી રહ્યા છે. જેમાં કાઉન્સિલરો પોતાનું બજેટ આપ્યા બાદ કામ શરૂ થશે.

આ પણ વાંચો : JAMNAGAR : હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, સારો ભાવ મળવાને કારણે ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો : અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણી મેટલ્સ પર આઇટીની તપાસ યથાવત, 500 કરોડના બિનહિસાબી આવકના પુરાવા મળ્યા

Next Video