પડતર માગને લઇ ફરી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ(Junior Resident Doctors) હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.MSનો અભ્યાસ પૂર્ણ કરેલા બી.જે.મેડીકલ સહિત રાજ્યમાં આવેલી વિવિધ સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલના (Govt Medical College) જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ(Resident Doctors) બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. મંગળવારે ગુજરાતના સરકારી મેડીકલ કોલેજના એક હજારથી વધારે રેસિડેન્ટ ડોક્ટરોએ મેડીકલ સુપરિટેન્ડેન્ટ, ડીન અને પીજી ડાયરેક્ટરને 24 કલાકનનું અલ્ટિમેટમ (ultimatum) આપ્યું છે.
આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાને પણ માંગણીને યોગ્ય ઠેરવી હતી.છતાં સંતોષકારક જવાબ આપવામાં નહી આવે તો આજથી સવારે 9 વાગ્યાથી તમામ સર્વિસ અને રૂટિન કામગીરીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એટલું જ નહીં જો માંગ નહીં સંતોષાય તો 16 જૂને કોવિડ સેવાઓથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પહેલા પણ રાજ્યભરમાં બોન્ડના સમયમાં ફેરફારને લઈને રેસિડેન્ટ ડોક્ટરો સરકાર સામે હડતાળ પર ઊતર્યા હતા, જે મુદ્દે અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચારેય શહેરોમાં અંદાજે 2000થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા હતા.બીજી બાજુ, સરકાર આ વિવાદમાં નમતું જોખવા તૈયાર નથી. એવામાં રેસિડેન્ટ ડોક્ટરો હવે છેક સુધી લડી લેવાના મૂડમાં છે.
Published On - 8:30 am, Wed, 15 June 22