નિસ્વાર્થ સેવા: અમદાવાદનો યુવા વકીલ અમરેલી અને શિયાળબેટ જઈને પહોંચાડી આવ્યો 1000 રાશનકીટ, મિત્રો સાથે મળીને 100 લોકોને બાંધી આપશે ઘર

|

Jun 02, 2021 | 10:11 PM

તાઉતે વાવાઝોડુ (Tauktae Cyclone) આવીને જતુ તો રહ્યું પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘણાયે ગામોમાં નુકશાની કરતુ ગયું છે. તેમાં કેટલાયે પરિવારોના ઝુંપડા અને ઘરવખરી ઉડી ગયાં છે. તેમના ઘર તરીકે છતરૂપી આભ છે અને નીચે જમીન છે. આવી પરિસ્થીતીમાં છેવાડાના ગામોમાં વસતા સ્થાનિકોને મદદની ખૂબ જરૂર છે.

નિસ્વાર્થ સેવા: અમદાવાદનો યુવા વકીલ અમરેલી અને શિયાળબેટ જઈને પહોંચાડી આવ્યો 1000 રાશનકીટ, મિત્રો સાથે મળીને 100 લોકોને બાંધી આપશે ઘર
Advocate Utkarsh Dave

Follow us on

તાઉતે વાવાઝોડુ (Tauktae Cyclone) આવીને જતુ તો રહ્યું પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘણાયે ગામોમાં નુકશાની કરતુ ગયું છે. તેમાં કેટલાયે પરિવારોના ઝુંપડા અને ઘરવખરી ઉડી ગયાં છે. તેમના ઘર તરીકે છતરૂપી આભ છે અને નીચે જમીન છે. આવી પરિસ્થીતીમાં છેવાડાના ગામોમાં વસતા સ્થાનિકોને મદદની ખૂબ જરૂર છે.

સરકાર અને સ્વૈચ્છીક સંગઠનો મદદ કરી રહ્યાં હોવા છતા ત્યાં મદદની વધુ જરૂર હોવાની ખબર અમદાવાદના યુવા વકીલ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave)ને પડી. જે હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરે છે. તેમને અમરેલીના જ તેમના એક મિત્રએ ફોન કરીને કહ્યું હતું કે “અહીં ઘણા એવા વિસ્તારો છે જ્યાં જમીન, ખેતી અને ઘરોને નુકશાન થયું છે. ઉના, રાજુલા, શિયાળબેટ, જાફરાબાદ અને વેરાવળના આંતરીયાળ ગામડાઓમાં હજુપણ સ્થિતી ખરાબ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વકીલ ઉત્કર્ષભાઈ કહે છે કે ત્યાં લોકોને જમવા માટે પણ કંઈ નથી અને લાઈટ પણ નથી તેવી ખબર મળી. તેથી તરત જ મેં અને મારા સેવાભાવી મિત્રોએ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામ કરવા જવાનું નક્કી કર્યું. તેથી તેમણે 1હજાર જેટલી રાશન કીટ તૈયાર કરાવી અને અમદાવાદથી બધુ જ કામ પડતું મુકીને ત્યાં પહોંચી ગયાં વિતરણ કરવા. ત્યાં પોલીસ, સ્થાનિકો તેમજ સ્થાનિક સત્તાતંત્રની મદદથી તેઓ શિયાળબેટ સુધી જઈ આવ્યાં.

ત્યાં પહોંચીને જરૂરિયાતમંદોને 1 મહિના સુધી ચાલે તેટલુ રાશન પહોંચાડી આવ્યાં. ઉત્કર્ષભાઈ કહે છે કે હવે અમદાવાદમાંથી તેમના વકીલ મિત્રો, સેવાભાવી લોકો વગેરે મળીને ફંડ એકઠુ કરી રહ્યાં છે. ટુંક જ સમયમાં તેઓ 100 જેટલા લોકોને ઘર બાંધી આપવાનું કામ કરશે. ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે સલામ છે ઉત્કર્ષભાઇ જેવા યુવાઓને અને સ્વૈચ્છીક સેવા કરતા સંગઠનોને જે આવા જરૂરીયાતમંદોની મદદ માટે હરહંમેશ તૈયાર હોય છે.

આ પણ વાંચો: PORBANDAR: કોરોનાકાળમાં નાગરિકોને રાહત આપવા વિજ-બિલ અને વેરા માફ કરવાની જિલ્લા કોંગ્રેસ અને આગેવાનોની માંગ

Published On - 10:07 pm, Wed, 2 June 21

Next Article