Ahmedabad: સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ, 10 સિગ્નલ સ્કૂલો 139 ભીક્ષુક બાળકોને શિક્ષણ આપશે

|

Mar 05, 2022 | 11:43 AM

સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં વિવિધ સિગ્નલ પર બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવા માટે આઇડેન્ટિફાય કર્યા છે. આ બાળકોને આવતીકાલથી સિગ્નલ શાળા દ્વારા શિક્ષણ આપવામાં આવશે.

Ahmedabad: સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ, 10 સિગ્નલ સ્કૂલો 139 ભીક્ષુક બાળકોને શિક્ષણ આપશે
સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ

Follow us on

સિગ્નલ સ્કૂલમાં વાઇફાઇ, એલઇડી ટીવી, સીસીટીવી સાહિતની સુવિધા

અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓ પર ભીખ માંગતા અને ઘર વિહોણા બાળકો માટે નગર પ્રાથમિક શિક્ષણ (Education) સમિતિ દ્વારા ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેકટ (Project) ની શરૂઆત કરવામાં આવી છે. સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિગ્નલ સ્કૂલો (School) ચલાવવામાં આવશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં સિગ્નલ સ્કૂલો શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાએ નહીં જતા અને રસ્તા ઉપર ભીખ માંગતા તથા ઘર વિહોણા બાળકો (Children) ને શિક્ષણ આપવા માટે સિગ્નલ શાળાઓ શરૂ કરવા માટે 35 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં વિવિધ સિગ્નલ પર 139 ભીખ માંગતા બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવા માટે આઇડેન્ટિફાય કર્યા છે. આ બાળકોને આવતીકાલથી સિગ્નલ શાળા દ્વારા શિક્ષણ આપવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સિગ્નલ સ્કૂલો માટે એએમટીએસ પાસેથી બસો મેળવી તેમાં સુધારા વધારા કરી હરતી ફરતી સ્કૂલો બનાવવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલો જે તે સિગ્નલ અથવા નક્કી કરેલા જંકશન ખાતે ઉભી રાખી બાળકોને ભણાવવામાં આવશે.

શહેરના અલગ અલગ સિગ્નલ પર સવાર અને સાંજના સમયે સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. બસની અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, પીવાનું પાણી, મીની પંખા સહિતની સુવિધા છે.

સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે. જે આ ખાસ પ્રકારની બસમાં બાળકોને શિક્ષણ આપશે. આ યોજના અંતર્ગત દરેક સિગ્નલ સ્કૂલ હેઠળ 15-20 બાળકોને શિક્ષણ અપાશે. આ માટે એએમટીએસની બસને સ્કૂલમાં તબદીલ કરાઈ છે.  અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની આવી એક બસમાં લગભગ 15-20 બાળકો અને 2 શિક્ષકો હશે.

સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ

 

પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ સમસ્યા ન હોવી જોઈએ કારણ કે યોજનાને મોટા ભંડોળની જરૂર નથી.  શાળાઓના નવીનીકરણની સાથે મોડેલ સ્કૂલ, હાઈટેક સ્કૂલ અને સિગ્નલ સ્કૂલની સંયુક્ત સ્કીમ હેઠળ અંદાજિત રૂ. 35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તબીબી તપાસ સહિત મ્યુનિસિપલ સ્કૂલોમાં આપવામાં આવતી અન્ય સુવિધાઓ સાથે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે અને એક વર્ષ પછી નજીકની શાળામાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક હોવાથી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક, ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં હાથ ધર્યુ ચેકિંગ

આ પણ વાંચોઃ ખાદ્ય તેલના ભડકે બાળતા ભાવોને લઇને વધી ચિંતા, ભાવને નિયંત્રણમાં રાખવા ગાંધીનગરમાં પર મળી ખાસ બેઠક

Published On - 11:38 am, Sat, 5 March 22

Next Article