સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડે વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે સ્પાઇન કેરમાં ક્રાંતિની જાહેરાત કરી

|

Oct 16, 2021 | 9:07 PM

World Spine Day : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અદ્યતન ટેક્નોલોજી (ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સ્પાઇન સ્યુટ - IOTSS) દ્વારા 3000થી વધુ સફળ સ્પાઇન સર્જરી કરવામાં આવી છે.

સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડે વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે સ્પાઇન કેરમાં ક્રાંતિની જાહેરાત કરી
Satvaya Spine Hospital and Research Institute Pvt Ltd announces revolution in spine care on the occasion of World Spine Day

Follow us on

AHMEDABAD : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 4 ઓક્ટોબર, 2004ના રોજ થઇ હતી. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ સ્પાઇનકેરમાં વિશ્વભરમાં અગ્રણી છે અને દર વર્ષે 18000 નવા દર્દીઓ તેના ઉપર વિશ્વાસ મૂકે છે તેમજ દર વર્ષે 1800 દર્દીઓ સ્પાઇન સર્જરી માટે અમારામાં વિશ્વાસ મૂકે છે. ભારતમાં સૌથી વધુ સ્પાઇન સર્જરી કરનાર હોસ્પિટલ પૈકીના એક હોવાનો અમને ગર્વ છે. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ પાસે વિશાળ ડેટાબેઝ અને રિસર્ચ ટીમ છે, જે ઇન્ડિયન સોસાયટીને તેમના પોતાના અને વિશ્વસનીય સ્પાઇન સંબંધિત રિસર્ચમાં ઉપયોગી બને છે.

રિયલ સ્પાઇન (આર્ટિફિશિયલ હ્યુમન મોડલ્સ)ને SSHRI ખાતે સર્જન્સને ટ્રેનિંગ આપવા માટે જર્મનીથી આયાત કરવામાં આવ્યું છે. રિયલ સ્પાઇન મોડલ્સ ઉપર આ પ્રવૃત્તિ ભારતમાં પ્રથમવાર SSHRI ખાતે થઇ રહી છે. આ મોડલ ટ્રેઇની-ફેલોને રિયલ-લાઇફ સર્જરી સ્થિતિની રચના કરવા તથા તેમને કૌશલ્યોમાં વધારો કરવા માટે મદદરૂપ બને છે. તે કેડેવેરિક વર્કશોપના ગેરફાયદાઓ જેમકે ફોર્મલિન (પ્રિઝર્વેટિવ), આંખોમાં બળતરા તથા ટિશ્યૂના સ્પીલેજને દૂર રાખવામાં મદદરૂપ બને છે. પ્રેક્ટિસ માટે વાસ્તવિક ઓટી ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ થઇ શકે છે.

આજે સ્તવ્ય હોસ્પિટલે સ્પાઇન હેલ્થ ચેકઅપની જાહેરાત કરી. તેમાં ક્લિનિકલ ચકાસણી, MRI સ્ક્રિનિંગ, ફુલ લેન્થ એક્સરે, DXA સ્કેન અને પોશ્ચરની ચકાસણી માટે સ્પાઇનલ માઉસ સામેલ છે. તેનાથી કોઇપણ વયજૂથના વ્યક્તિને તેમના પોશ્ચર અને એટિટ્યૂડને સુધરાવમાં તથા કોઇપણ છુપી પરિસ્થિતિનું નિદાન કરવામાં મદદ મળી રહેશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

છેલ્લાં ત્રણ વર્ષથી સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના ઓપરેશન થિયેટર્સ (ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સ્પાઇસ સ્યુઇટ – IOTSS) ઓ-આર્મ (મોબાઇલ સીટી સ્કેન મશીન સાથે વન ટોઇન વેઇટ) નામની અદ્યતન ટેક્નોલોજી, નેવિગેશન મશીન, બોન સ્કેલપેલ અને ન્યુરોમોનિટરિંગ (ટુ સેટ)થી સજ્જ છે. તેનાથી IOTSSમાં સફળતાપૂર્વક 3000થી વધુ સર્જરી કરવામાં આવી છે. આ ઇનોવેટિવ ટેક્નોલોજીએ સમગ્ર કામગીરીમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું છે. ટેક્નોલોજી દ્વારા સુરક્ષા અને ચોકસાઇથી વિવિધ પ્રકારની સ્પાઇન સંબંધિત બિમારીઓમાં સારા પરિણામો મળ્યાં છે. ભારતમાં બે ઓ આર્મ એન્ડ નેવેગિશન મશીન ( IOTSS) ધરાવતું તે એકમાત્ર ખાનગી સેન્ટર છે.

આ મહત્વપૂર્ણ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ ઓફ સર્જરી ડો. ભરત દવેએ જણાવ્યું હતું કે, “અમારા દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સ્તવ્ય ખાતે અમે મશીન, ઓપરેશન થિયેટર, એક્સપર્ટ સર્જન્સ અથવા ફિઝિકલ થેરાપિસ્ટ એમ દરેક બાબતે અમારી જાતને સતત અપડેટ કરતાં રહીએ છીએ. અમારા દ્વારા અપનાવાયેલી અદ્યતન ટેક્નોલોજી સર્જરીમાં ચોકસાઇ, નીચો જોખમ, દર્દીની સ્થિતિમાં ઝડપી સુધારા તેમજ સારવાર ખર્ચ બાબતે ખૂબજ સફળ રહી છે. સારવારની અગાઉની પદ્ધતિઓની તુલનામાં તે ડોક્ટર, નર્સ અને સપોર્ટ સ્ટાફ માટે રિડિએશનનું શૂન્ય જોખમ સુનિશ્ચિત કરે છે.” સ્તવ્ય પાસે પાંચ સ્પાઇન સર્જન, પંદર ફિઝિયોથેરાપિસ્ટ અને પાંચ ફેલો/ટ્રેઇની (ઓર્થો સર્જન) ની ટીમ છે.

આ પણ વાંચો : GCRIખાતે 75 કરોડના અદ્યતન મશીનોથી કેન્સરનું સચોટ નિદાન અને સારવાર થશે, જાણો આ મશીનો વિશે

આ પણ વાંચો : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે GCRI હોસ્પિટલમાં 75 કરોડના રેડિયોથેરાપી મશીનો અને ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ

Next Article