અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, દરેકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી

|

Mar 21, 2022 | 8:58 PM

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ શહેરની પ્રજાના મિલનસાર સ્વભાવ અને અનુકુલન સાધવાના અભિગમના પગલે સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે. પ્રજાની આ વિશેષતાઓને કારણે જ શહેરમાં ધંધા-રોજગારનો વિકાસ થયો છે. આ અવસરે રાજ્યના ઉદ્યોગમંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે, ભૂતકાળમાં સરકારો ફક્ત વાયદા- વચનો આપતી હતી,

અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ,  દરેકનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી
Rs. 271 crore development projects gifted, government committed to make everyone's dream of 'home home' come true: CM (ફાઇલ)

Follow us on

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહુર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, દરેક નાગરિકને ‘ઘરનું ઘર’ મળી રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં પરિણામલક્ષી પગલાં લીધા છે.અમદાવાદ (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં ઓઢવ – ઈન્દિરાનગર ખાતે આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) લોકાર્પણ પ્રસંગે નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમદાવાદ શહેરની ઝુંપડપટ્ટીઓમાં વસતા ગરીબોને પાકા આવાસ પુરા પાડવાનું આયોજન હાથ ધર્યું છે.ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 179 કરોડના હાઉસિંગ પ્રકલ્પ, રુ. 47 કરોડના પાણી-પુરવઠા અંગેના પ્રકલ્પ અને રુ. 1 કરોડનો હેરિટેજ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું. અહીં એ નોંધવુ જરુરી છે કે આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા પ્રકલ્પ અન્વયે 1610 મકાનો અને 52 દુકાનોનું પ્રજાજનોને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આવાસોની યોગ્ય રીતે જાળવણી કરવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રોટી, કપડા અને મકાનએ સામાન્ય માણસની મૂળભૂત આવશ્યકતા છે અને આ આવશ્યકતાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્ય સરકાર ગરીબ તેમ જ મધ્યમવર્ગની જરૂરિયાતોને લઈને અનેકવિધ આયોજન કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખાસ કરીને ગરીબ મધ્યમવર્ગના નાગરિકોનું સપનું હોય છે કે શહેરમાં તેનું પોતાનું ‘ઘરનું ઘર’ હોય અને આ સપનાઓને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે પરિણામ લક્ષી પ્રયત્નો કર્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના ગરીબલક્ષી અભિગમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં કોઈ ગરીબ ભૂખ્યો ન સુએ તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા કરી અને ગરીબોને મફત અનાજ આપ્યું સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામાન્ય માણસના આરોગ્યની ચિંતા કરી રહી છે અને એટલે જ ગુજરાતના નાગરિકોને કોરોના સામે સુરક્ષા પૂરી પાડવા રસીના 10 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ શહેરની પ્રજાના મિલનસાર સ્વભાવ અને અનુકુલન સાધવાના અભિગમના પગલે સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે. પ્રજાની આ વિશેષતાઓને કારણે જ શહેરમાં ધંધા-રોજગારનો વિકાસ થયો છે. આ અવસરે રાજ્યના ઉદ્યોગમંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે, ભૂતકાળમાં સરકારો ફક્ત વાયદા- વચનો આપતી હતી, પણ નરેન્દ્રભાઈએ દરેક પરિવારને મકાન મળે તેનો સંકલ્પ કર્યો અને આજે તે સાકાર થઈ રહ્યો છે.

રાજ્યકક્ષાના શહેરી વિકાસમંત્રી વિનોદ મોરડિયાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આજે અનેક લાભાર્થીઓને જે લાભ મળી રહ્યો છે, તે જ લાભ ભવિષ્યમાં અન્ય લાભાર્થીઓને પણ મળશે. તેમણે રાજ્યના દરેક પરિવારને આવાસ આપવાના રાજ્ય સરકારના પ્રયાસોને અનુકરણીય ગણાવ્યા હતા.

અમદાવાદના મેયર કિરીટ પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, કોરોના કાળમાં પણ અમદાવાદમાં વિકાસના કામો અટક્યા નથી અને આ સમયમાં રૂ. 2200 કરોડના ખાતમુહૂર્ત,લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યો,ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, મહાનગરપાલિકાના કમિશ્નર લોચન સેહરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Heat Wave: માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી, દેશના અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો : પ્રમોદ સાવંત બનશે ગોવાના મુખ્યપ્રધાન, બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં કરાઈ જાહેરાત

Next Article