સાણંદ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડુ, 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત

|

Jun 27, 2022 | 10:08 AM

વાવાઝોડાના(Cyclone)  કારણે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.તેમજ વિરોચનનગર હમજીપુરા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા રોડ બ્લોક થયો હતો.

સાણંદ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડુ, 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Heavy rain in Sanand

Follow us on

અમદાવાદના (Ahmedabad) સાણંદ(Sanand)  વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન(Winds)  સાથે વરસાદ વરસ્યો હતો.વાવઝોડાના પગલે સાણંદના વિરોચનનગર ગામે 20થી વધુ મકાનોના પતરા ઉડી ગયા હતા. તો કેટલાય વીજપોલ અને વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ ગયા હતા.ઉપરાંત વાવાઝોડાના(Cyclone)  કારણે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.વિરોચનનગર હમજીપુરા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા રોડ બ્લોક થયો હતો.

મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

મહત્વનું છે કે,અમદાવાદમાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ભારે પવન સાથે વરસેલા વરસાદના(rain) કારણે શહેરમાં ઠેર-ઠેર નુક્સાનીના દ્રશ્યો જોવા મળ્યા.શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટાપાયે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. શહેરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા. જ્યારે સસ્તા પરના સરકારી અને ખાનગી હોર્ડિંગ્સ અને બોર્ડ પણ તૂટીને ધરાશાયી થઈ ગયા. તો બીજીતરફ સરખેજ-જુહાપુરા વિસ્તારમાં જમીન ધસી પડવાના કારણે દિવાલના ભાગ નીચે વાહનો દટાઈ ગયા હતા.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે.ગઈકાલે રાજ્યના(Gujarat)  40 તાલુકામાં1થી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.જેમાં સૌથી વધુ સુરતના(Surat)  ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ(rainfall)  નોંધાયા, તો વલસાડના ધરમપુરમાં 2 ઇંચ વરસાદ,તાપીના સોનગઢમાં 2 ઇંચ વરસાદ,દાહોદના ફતેપુરમાં દોઢ ઇંચ વરસાદ,રાજકોટ(rajkot)  શહેરમાં 1 ઇંચ વરસાદ અને બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

Published On - 9:43 am, Mon, 27 June 22

Next Article