સાવધાન : અમદાવાદમાં કોરોના કેસોમાં ઉછાળો, ટેસ્ટ પોઝિટીવીટી દર પણ બમણો થયો

|

Dec 25, 2021 | 5:25 PM

અમદાવાદ શહેરમાં 10 દિવસમાં કોરોનાના નવા 147 કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે ચિંતાની વાત એ છે કે શહેરનો ટેસ્ટ પોઝિટીવીટી દર પણ બમણો થયો છે.

સાવધાન : અમદાવાદમાં કોરોના કેસોમાં ઉછાળો, ટેસ્ટ પોઝિટીવીટી દર પણ બમણો થયો
Ahmedabad Corona Test

Follow us on

ગુજરાતમાં(Gujarat)  સતત કોરોનાના(Corona) કેસો વધારો થઈ રહ્યો છે. જેમાં પણ રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં 10 દિવસમાં કોરોનાના નવા 147 કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે ચિંતાની વાત એ છે કે શહેરનો ટેસ્ટ પોઝિટીવીટી દર (Test Positivity Rate)  પણ બમણો થયો છે. જેના લીધે આગામી દિવસોમાં શહેરમાં કોરોનાના કેસમાં વધુ ઉછાળો જોવા મળશે.

જેમાં અમદાવાદ શહેરમાં 13 ડિસેમ્બરે પોઝિટિવિટી રેટ 3.36 ટકા હતો જે વધીને 23 ડિસેમ્બરે 6.69 ટકા થઈ ગયો છે. એનો મતલબ એ છે કે દર હજારે કોરોના ટેસ્ટ કરતાં 13 ડિસેમ્બરના રોજ અંદાજે ચાર લોકો પોઝીટીવ આવતા હતા જેની સંખ્યા હવે વધીને સાતની આસપાસ પહોંચી છે. જો કે કોરોનાના કેસમાં વધારો અને ઓમીક્રોનના કેસ વધતાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. તેમજ અનેક સ્થળો પર કોરોના ગાઈડ લાઇનના પાલનને લઇને ચેકિંગ પણ હાથ ધર્યું છે.

જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં કોરોના ટેસ્ટિંગ વધારવાનો પણ નિર્ણય લીધો છે.- જેમાં શહેરની જુદીજુદી ખાનગી અને સરકારી લેબોરેટરીમાં એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યાં છે. શહેરમાં સરેરાશ દરરોજ સાત હજાર જેટલા RT-PCR અને એન્ટિજન ટેસ્ટ થાય છે. કોર્પોરેશન દ્વારા 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ ટેસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 9 કેસ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશ થી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં બે ડોઝ ની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે

આ પણ વાંચો :Patan: GPSC વર્ગ 1 અને 2, નગરપાલિકા વર્ગ-2ની પરીક્ષા જિલ્લાના 21 કેન્દ્રો પર લેવાશે

આ પણ વાંચો :KUTCH : અદાણી ટ્રાન્સમિશનને ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સનો 35 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો

Published On - 5:20 pm, Sat, 25 December 21

Next Article