અમદાવાદ શહેરમાં પણ ગેરકાયદે નોનવેજની લારીઓ દૂર કરવા રેવન્યુ કમિટી ચેરમેનની માંગ

|

Nov 13, 2021 | 5:20 PM

અમદાવાદમાં નોનવેજ તથા ઇંડાની લારીઓ ગંદકી ફેલાવતા હોવાની રજુઆત કરાઈ છે. વહેલી તકે દબાણ કરીને શરૂ કરવામાં આવેલી લારીઓને નોટીસ આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

અમદાવાદ(Ahmedabad)શહેરમાં જાહેર રસ્તાઓ અને સ્થળો પર ગેરકાયદે ચાલતી ઇંડા અને નોનવેજની(Non Veg)લારીઓ(Stall)દૂર કરવા રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે(Jainik Vakil)અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે.

મહત્વનું છે કે વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાએ જાહેરમાં નોનવેજ અને ઇંડા વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.ત્યારે અમદાવાદમાં નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓના દબાણો દૂર કરવા કમિશ્નરને પત્ર લખી માંગ કરી છે.

જાહેરમાર્ગો, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય જગ્યાએ ચાલતી ઈંડા અને નોનવેજની લારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે..જાહેરમાં માસ મટન વેચાવાથી શહેરીજનોની ધાર્મિક લાગણી દુભાતી હોવાની રજુઆત કરી છે અને નોનવેજની લારીઓમાં ફૂડ સેફટીના કાયદાનું પાલન થતું નથી.

નોનવેજ તથા ઇંડાની લારીઓ ગંદકી ફેલાવતા હોવાની રજુઆત કરાઈ છે. વહેલી તકે દબાણ કરીને શરૂ કરવામાં આવેલી લારીઓને નોટીસ આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ પણ વાંચો : આધાર વેરીફિકેશન માટે સરકારે નવો નિયમ જાહેર કર્યો, આધાર ધારકને હવે ઓફલાઇન ઈ-કેવાયસીનો વિકલ્પ મળશે

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં, બીજા ફેઝના સ્ટ્રકચરમાં યુ ગર્ડર લોન્ચ કરાયું 

Next Video